તસ્કરી:ગઠિયાએ ATM બદલી 11 હજાર ઉપાડી લીધાં, બેન્કમાં યુવકને ગઠિયો ભટકાઇ ગયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના વાણીયાવડ નજીક ગઠિયાએ યુવકનું એટીએમ બદલી તેના ખાતામાંથી11 હજાર ઉપાડી લેતા પોલીસે ગુનો નોંધ્યો હતો. વડતાલ ખાતે રહેતા દિવ્યેશભાઈ સોલંકી 22મી નવેમ્બરના રોજ વાણીયાવડ સર્કલ નજીક આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાં ડીપોઝીટ મશીનમાં રૂ.8 હજાર જમા કરવા ગયા હતાં. આ સમયે એરર આવતી હોવાથી અજાણ્યા યુવકે વાતચીત કરી એટીએમ કાર્ડ મશીનમાંથી કાઢી મશીનની ઉપર મુકી દીધું હતું. જોકે, બાદમાં ઘરે પહોંચ્યાં તે દરમિયાન મોબાઇલમાં રૂ.11 હજાર ખાતામાંથી ઉપડી ગયાં હોવાનો મેસેજ આવ્યો હતો. દિવ્યેશભાઈએ બેંકમાં તપાસ કરતાં આ રકમ સ્ટેશન બ્રાંચથી ઉપાડ્યાં હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતાં અજાણ્યા યુવકે તેમનું એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરી હોવાનું જણાતાં તેમણે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...