કાર્યવાહી:સેવાલીયા પાસેથી પિસ્ટલ સાથે રાજસ્થાનના બે શખસની ધરપકડ

સેવાલીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યપ્રદેશથી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરતા હતા

ગળતેશ્વર તાલુકાના સેવાલીયા રોડ પરથી પસાર થતી મધ્યપ્રદેશની ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી રાજસ્થાનના બે શખસ િપસ્ટલ સાથે ઝડપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. સેવાલીયા રોડ પરના મહીસાગર નદી બ્રિજ પાસેની જુની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગોધરા તરફથી આવતી ખાનગી ગગન ટ્રાવેલ્સની બસને સેવાલીયા પોલીસમથકના કોન્સ્ટેબલ ઘેલાભાઇ જેઠાભાઇ તથા ભરતભાઇ વિનોદભાઇએ ઉભી રાખી તપાસ કરતાં હિતેશ ગંગારામ બિશ્નોઇ તથા મહેન્દ્ર ઘેવારામ ગર્ગ (રહે. જાલોર, રાજસ્થાન)ની પાસેના પ્લાસ્ટીકના થેલામાંથી ભારતીય બનાવટની બે પિસ્ટલ રૂ.10,000 તથા રૂ.800ના બે જીવત કારતૂસ અને રૂ.2,000નો એક મોબાઇલ ફોન, રોકડ રૂ.240 અને ગગન ટ્રાવેલ્સની યાત્રી ટિકિટ મળી કુલ રૂ.13,040નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પોલીસે કબજે લીધો હતો તેમજ બન્ને શખસનો કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...