તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:ખેડા જિલ્લામાં એપ્રિલ ભારે રહ્યો, 5 દિવસમાં 20 શંકાસ્પદ કોરોનાના દર્દીના મોત

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લાના અલીન્દ્રા, પીજ અને સલુણ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું - Divya Bhaskar
ખેડા જિલ્લાના અલીન્દ્રા, પીજ અને સલુણ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું
 • હોસ્પિટલમાં બેડ ખાલી નથી, રેમેડેસિવિર મળતા નથી ટેસ્ટ માટે કીટ નથી, આપની સુરક્ષા આપના હાથમાં
 • એકટીવ કેસ ઓછા પણ શંકાસ્પદ કેસોથી બેડ ફુલ , જિલ્લામાં વધુ 32 પોઝિટીવ
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ દવા

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણનો અજગરી ભરડો વધુ કસાયો છે. જિલ્લામાં સોમવારના રોજ વધુ 32 કેસ જાહેર કરવામાં આવ્યાં છે. જોકે, કોરોનાનો બીજો વેવ વધુ ઘાતક રહ્યો છે, એપ્રિલ મહિનાના માત્ર પાંચ જ દિવસમાં 20 શંકાસ્પદ કોરોના દર્દીના મોત નિપજ્યાં હતાં. જિલ્લાનો કુલ આંક 4034 પર પહોંચ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 20 શંકાસ્પદ દર્દીના મોત નિપજ્યાં છે.

ખાનગી લેબોરેટરી અને એચઆરપીટી ટેસ્ટ અને રેપીડ ટેસ્ટમાં પોઝિટીવ આવેલા શંકાસ્પદ કોરોના દર્દીઓથી હોસ્પિટલો બેડ ભરાઇ ગયા છે. તેમજ હાલમાં ટેસ્ટ માટેની પુરતી કીટ નથી. આરપીટીસીઆર ટેસ્ટ માટે પણ વેટીંગ જોવા મળે છે. જયારે રેમેડેસિવિર ઇન્જેકશન પણ નથી.

ગામડાઓમાં ફળિયે ફળિયે હોમ આઇસોલેશન દર્દીઓ જોવા મળી રહ્યાં છે. અત્યાર સુદી 12થી વધુ ગામોમાં શંકાસ્પદ કેસ વધતા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. સાવચેતી નહી રાખતો હોસ્પિટલો સારવાર માટે લાઇનમાં ઉભા રહેવું પડશે,લાઇનમાં ન ઉભું રહેવું હોય તો માસ્ક સહિત સોશિયલ ડિસ્ટનસિંગના નિયમો પાડવાની જરૂર છે.

બાલાસિનોર તાલુકાના 14 સાથે મહીસાગર જિલ્લામાં વધુ 39 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકામાં 14, કડાણા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 5, લુણાવાડા તાલુકામાં 5, સંતરામપુર તાલુકામાં 5નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં કોરોના (COVID 19)ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ 5 ના સાંજ સુધીમાં 2549 કેસ પોઝીટીવ નોધાયા છે.

આજે જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષ, કડાણા તાલુકાની 3 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્ત્રી, 10 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 2260 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે.

ખેડા જિલ્લાના અલીન્દ્રા, પીજ અને સલુણ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવું પડયું
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણનો અજગરી ભરડો કસાતો જાય છે, શહેર ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તાર પણ કોરોનાના વાવરથી ફફડાટ ફેલાયો છે. આ સ્થિતિ નડિયાદ શહેર નજીકના ત્રણ ગામમાં સરપંચો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અલીન્દ્રા, પીજ અને સલુણનો સમાવેશ થાય છે. આ ગામોમાં સવારના સમયે જ ગણતરીના કલાકો સુધી બજારો ખુલ્લી રહેશે. આ સમય દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ગ્રામજનો ખરીદી શકશે. ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો