તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:ખેડા જિલ્લાની 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વિપક્ષના નેતાની નિમણૂંક

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીમાં તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી

ખેડા જિલ્લામાં ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતોમાં ભાજપે બાજી મારી હતી. તેમજ પ્રમુખ અને ઉપપ્રમુખ નીમ્યા હતા. ત્યારે હવે વિરોધ પક્ષમાં બેસનારી કોંગ્રેસે પક્ષના નેતાઓના નામ આજે જાહેર કર્યા છે. 7 તાલુકા પંચાયતો માટે કોંગ્રેસે વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકના નામોની યાદી જાહેર કરી છે. જેમાં મહુધા તાલુકા પંચાયતમાં નેતા પ્રતિપક્ષ તરીકે ચિરાગકુમાર સોઢા, ઉપનેતા સિકંદરભાઈ મલેક અને દંડક તરીકે ભરતભાઈ સોઢાના નામની જાહેરાત કરી છે.

વસો તાલુકા પંચાયતમાં દીપકભાઈ દલવાડીને વિપક્ષી નેતા, ઉપનેતા પ્રવિણભાઈ પરમાર, અને અશ્વિનભાઈ પરમારને દંડક બનાવ્યા છે. ખેડા તાલુકા પંચાયતમાં રીટાબેન ચાવડા વિપક્ષના નેતા, ભાવનાબેન બારૈયા ઉપનેતા અને શકુબેન વાઘેલાને દંડક બનાવ્યા છે. ઠાસરા તાલુકા પંચાયતમાં પ્રવિણભાઈ પરમાર વિપક્ષ નેતા, ગુલામનબી મલેક ઉપનેતા અને જેસિંગભાઈ જાદવને દંડક બનાવ્યા છે. ગળતેશ્વર તાલુકા પંચાયતમાં મિતેષસિંહ દરબારને વિપક્ષ નેતા, ડાહ્યાભાઈ ઝાલાને ઉપ નેતા અને સાદિકહુસૈન મલેકને દંડક તરીકે નિમણૂક આપી છે.

માતર તાલુકા પંચાયતમા ભગવતસિંહ પરમાર વિપક્ષ નેતા, ભરતકુમાર પરમાર ઉપનેતા અને હસમુખભાઈ સોઢાપરમાર દંડક જ્યારે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં મહેન્દ્રસિંહ ચૌહાણ વિપક્ષ નેતા, અરવિંદભાઈ ડાભી ઉપનેતા અને હિંમતસિંહ વાઘેલા દંડક તરીકે નિમાયા છે. નવા નિમાયેલા તમામ પદાધિકારીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલાએ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...