તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:ખેડા જિલ્લાની માધ્યમિક શાળાઓમાં નવનિયુક્ત શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત કરાયા

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં આજે 2938 શિક્ષકોને નિમણૂકપત્રો એનાયત કરાયા

ગુજરાત રાજ્યમાં માધ્યમિક શાળાના શિક્ષકોની પારદર્શક પ્રક્રિયાથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ભરતીની જાહેરાત બાદ 23,522 અરજીઓ આવી હતી. જેમાંથી 2938 શિક્ષકોને આજે અલગ-અલગ જિલ્લાઓમાં નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ખેડા જિલ્લામાં 99 શિક્ષકોની પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી હતી.

આ ભરતી કાર્યક્રમ ગાંધીનગરથી ઓનલાઇન રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ સિલેક્ટેડ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત અલગ-અલગ સંસ્થાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોના પરિવારજનોએ ઘરે બેસીને સી.એમના ફેસબુક પેજમાં ઓનલાઇન જોડાયા હતા.

મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે પાંચ શિક્ષકોને પાંચ પુસ્તકોનો સેટ આપી સારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી સન્માન કરાયુ હતુ. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આપણે કપરા કોરોનાકાળમાં બાળકોના ભવિષ્ય અંગે વિચાર કર્યો છે. આ સમયે ઓફલાઇન શિક્ષણ શક્ય ન હોવાથી ઓનલાઇન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવ્યુ છે. જેથી બાળકોના ભવિષ્ય પર અસર ન પડે, વાલીઓ મુંઝવણમુક્ત બને અને શિક્ષકે બાળકનુ સારા ભાવિનો પાયો નાખનાર ભગવાન સમાન ગુરૂ છે. આપણે પહેલાનો દરજ્જો આપણે હંમેશા શિક્ષકને આપ્યો છે.

હાલના સમયમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓ 2 વર્ષથી માસ પ્રમોશન મળી રહ્યુ છે. જેની નોંઘ સૌ શિક્ષકમિત્રો લે અને વિદ્યાર્થી કોઇ માહીતીથી વંચિત ન રહે અને સારૂ શિક્ષણકાર્ય આ સમયમાં તેઓને મળે. કારણ કે આજનુ બાળકએ ભવિષ્યનુ ભારત છે તેમ જણાવ્યુ હતુ.આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોએ વિડીયો કોન્ફરન્સની મારફતે પોતાના પ્રતિભાવ આપ્યો હતો. ઉપરાંત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક શિક્ષકોને પોતાના શિક્ષણ તંત્રમાં આવકાર આપી સૌ શિક્ષક પોતાની અમુલ્ય સેવા આપે અને નિરક્ષરોને સાક્ષર બનાવે તેમજ દરેક શિક્ષક પાંચ ઝાડ વાવીને પુણ્યના કામમા જોડાય તેમ જણાવ્યુ હતુ.

આ ભરતી પ્રક્રિયા સરકારે ફેસલેસ અને પેપરલેસ રાખી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લામાં 99 જેટલા નવનિયુકત શિક્ષકોને નિમણૂકપત્રો નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાના હસ્‍તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ નિયામક (પરીક્ષા), ગાંધીનગરન જે.જી.પંડ્યા, ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, તેજેન્‍દ્રસિંહ સોલંકી, શાળાઓના ટ્રસ્‍ટીઓ સહિત મોટી સંખ્‍યામા નવનિયુકત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...