તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ખેડા જિલ્લામાં આંગણવાડી-તેડાગર બહેનોને નિમણૂંક પત્રો એનાયત કરાયા

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડી કાર્યકરની 73-તેડાગરની 67 જગ્યા મળી કુલ 140 જગ્યા ભરાશે

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર તરીકે પસંદગી પામેલાં ઉમેદવારોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની ખાલી જગ્‍યાઓની માહિતી સરકારની નિયત વેબસાઇડ ઉપર મુકવામાં આવી હતી. ખેડા જિલ્‍લાના 10 તાલુકાઓમાં ICDSના 15 ઘટકો કાર્યરત છે. જેમાં આંગણવાડી કાર્યકરની 73 અને આંગણવાડી તેડાગરની 67 જગ્યાઓ મળી કુલ 140 જગ્યાઓ ભરવા માટે વેબસાઇડ ઉપર ઓનલાઇન અરજીઓ માંગી ઓનલાઇન મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ કર્યું હતું. આ મેરીટલિસ્ટ મુજબના પ્રથમ ક્રમના ઉમેદાવારને નિમણૂંક માટે સંબંધિત તાલુકા ઘટકના બાળ યોજના અધિકારી દ્વારા નિમણૂંક પત્રોની કામગીરી કરાઈ હતી. રાષ્ટ્રીય પોષણ માહ સપ્ટેમ્બર-2020ના શુભારંભ પ્રસંગે 7મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલ ખાતે પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...