રજુઆત:ખેડામાં મનરેગાના કર્મીઓ દ્વારા TDOને આવેદન

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવા માટે તાલુકા કક્ષાએ ટીડીઓને આવેદનપત્ર આપ્યુ છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, સરકાર ગમે ત્યારે કાયમી કર્મચારી તરીકે લાભ આપશે, તેવી આશાથી કર્મચારીઓ 10-12 વર્ષથી પોતાની કામગીરી સાથે જોડાયેલા છે. કર્મચારીઓને કાયમી કરવા માટે વિધાનસભામાં ઠરાવ પસાર કરીને કાયમી નોકરીનો લાભ મળે તે નાણાં વિભાગમાં કર્મચારીઓની જગ્યાઓ માટે ઠરાવ પસાર કરવાની માગ કરાઈ છે.

ઉપરાંત મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓને પગાર માટે ત્રણ-ચાર માસ સુધી રાહ જોવી પડે છે. જેથી યોજનામાં અમલીકરણ અધિકારીઓને સમયસર કામનું વેતન ચુકવવા માટે વિનંતી કરાઈ છે. 2013માં ભરતી કરાયેલા નવા કર્મીઓને 2020માં પગાર વધારો કરાયો હતો, જેનો 2013-2020 સુધીનો તફાવત બાકી હોય તે પણ ચુકવાય તેવી માગ છે. કરાર આધારીત કર્મચારીઓને લૉનની સુવિધા, ઇ.પી.એફ, વીમો, એચ.આર.એ અને દિવાળી બોનસ સહિતના લાભો આપવામાં આવે તેમ આ‌વેદનમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...