રજૂઆત:શિ.બોર્ડની ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મીઓને મહેનતાણું ચૂકવવા આવેદન

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીને 3 માસનો સમય વિતી જવા છતાં કર્મીઓને અન્યાય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને હજુ સુધી મહેંનતાણુ ન ચુકવાયુ હોવાની ફરીયાદ ઉઠી છે. જેના પગલે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદપત્ર પાઠવવામાં આવ્યુ છે. 25 સપ્ટેમ્બર, 2021ના રોજ રાજ્યમાં શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. ખેડા જિલ્લામાં શિક્ષણાધિકારીએ આ ચૂંટણીમાં ફરજ બજાવવા માટે 20 કર્મચારીઓને હુકમ કર્યો હતો. આ ચૂંટણીને ત્રણ માસનો સમય વિતી જવા છતાં ચૂંટણીમાં ફરજ બજાવનારા એકપણ કર્મીને કોઈપણ પ્રકારનું મહેંતાણુ આપવામાં આવ્યુ નથી.

આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરનારા રાજેશ બી. તળપદાએ જણાવ્યુ છે કે, તેમને માહિતી મળ્યા મુજબ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચૂંટણી વખતે જ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીને મહેંતાણાની રકમ ચુકવી દેવાઈ હતી. જો તે વાત સાચી હોય તો આ રકમ હાલ ક્યાં છે? અને કોના હવાલે છે? તે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ અરજદારે કરી છે. મળતી વિગતો મુજબ ગુજરાત બોર્ડની ચૂંટણીમાં ખેડા જિલ્લામાં 20 કર્મીઓએ ફરજ બજાવી હતી. તેમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને નગરપાલિકા સહિતના કર્મીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...