તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:આપના નેતાઓ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદન

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લા આપના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું

ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. પોતાના પ્રદેશ સંગઠનના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓ રોકવા માટે અને તેમના સંરક્ષણ માટે આવેદનપત્ર થકી માગ કરાઈ છે. ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સુખદેવસિંહ જાડેજા કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા સમાહર્તાને આવેદન આપી તેમના થકી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી સહિતના નેતાઓ પર વારંવાર હુમલાઓની ઘટના સામે આવી છે.

આ દરેક હુમલામાં પકડાયેલા કે ઓ‌ળખાયેલા અસામાજિક લોકોનું ભારતીય જનતા પક્ષ સાથે સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ વારંવાર થતા હુમલા અયોગ્ય અને અસ્વીકાર્ય છે, ત્યારે વિચારધારાની લડાઈમાં હિંસાને સ્થાન ન હોવું જોઈએ, ત્યારે આપ પક્ષની રજૂઆત છે કે, હુમલાની તટસ્થ તપાસ કરી પ્રદેશ નેતાને સલામતી પૂરી પાડવામાં આવે અને તેમના પરીવારને પણ સંરક્ષણ આપવામાં આવે. જો આગામી સમયમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા અહિંસાના માર્ગે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...