તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Harassment Of Applicants Who Stopped Accepting Forms Of Assistance Scheme For Children Who Lost Their Parents During The Corona Period

સમસ્યા:કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય વાળી યોજનાના ફોર્મ સ્વીકારવાના બંધ કરાતા અરજદારો પરેશાન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજના ફોર્મ ન સ્વીકારવા બાબતે કોઈ જાહેરાત નહી કરાતાં અરજદારોને કચેરીના ધક્કા ખાવા પડે છે

સરકાર ઘણી વખત મોટા ઉપાડે પ્રજાને ખુશ કરવા મોટી મોટી બડાઈઓ મારી જાહેરાત કરે છે અને પાછળથી એનો અમલ થોડા સમય માટેજ કરે છે આવી એક બાબત બહાર આવી છે. જેમાં કોરોનામાં માવતર ગુમાવનાર બાળકોને સહાય યોજના હતી પરંતુ આ યોજના થોડા દિવસ અમલી બની અને હવે આ યોજનાના ફોર્મ એકાએક સ્વીકારવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે આ કેવી નીતિ...? ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર ભવન ખાતે આવેલ જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાં આ ફોર્મ સ્વીકારવાની પ્રક્રીયા ચાલુ હતી. પરંતુ એકાએક આ પ્રક્રિયા બંધ કરી દેવાતા હજારો અરજદારો મૂંઝવણમાં મુકાયા છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર મોટી આફત બનીને તૂટી પડી હતી. રોજે-રોજ કોરોનાના કેસો વધી રહ્યા હતા. તો બીજી લહેર એ રીતે વધુ ખતરનાક બની હતી કે, તેમાં આખો પરિવાર ઝપેટમાં આવી ગયો હતો. રાજ્યમાં કોરોનાના કહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ઘણા બાળકો એવા છે. જેમણે કોરોનાને લીધે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે બાળકો દેશના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશ આ બાળકોના સહકાર અને સુરક્ષા માટે શક્ય તેટલું કરી છૂટશે.જેથી તેઓ એક મજબૂત નાગરિક તરીકે વિકાસ પામે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે. આ કપરા સમયમાં બાળકોની સંભાળ લેવી અને તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશાનું સિંચન કરવું તે એક સમાજ તરીકે આપણી ફરજ છે.

જે બાળકોએ તેમના માતા અને પિતા બંને અથવા તો તેમાંથી એક અથવા તો તેમને દત્તક લેનાર કાનૂની વાલી ગુમાવ્યા હોય તે તમામ બાળકોની પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સંભાળ લેવામાં આવશે. મુખ્યમંત્રીએ થોડા દિવસો પૂર્વે જ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલીકરણ કરી હતી. જેમાં આ યોજના જે લાભ મળવા પાત્ર છે તેમાં બાળકના માતા પિતાનુ અવસાન કોરોનાને કારણે થયેલ હોય તે જરૂરી નથી. આ રાજ્ય સરકારની યોજનામાં અનાથ બનેલ બાળકો માટે બે પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં (1) જે બાળકોના માતા-પિતાનું માર્ચ-2020 પછી અવસાન થયેલ હોય અને બાળક અનાથ થયેલ હોય અને (2) માતા પિતા પૈકી કોઇ એકનુ કોરોના મહામારીના સમયગાળા પહેલા અવસાન થયેલ હોય અને બીજાનુ કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન અવસાન થયેલ હોય ને બાળક અનાથ થયેલ હોય તો તેવા 0 થી 21 વર્ષની વય જુથમાં આવતા બાળકોને અભ્યાસ કરવાની શરતે માસિક રૂપિયા 4 હજારની સહાય આ યોજના અંતર્ગત મળે છે.

તેમજ જે બાળકોના માતા પિતા પૈકી કોઇ એક વાલીનુ કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન અવસાન થયેલ હોય ને બાળક એક વાલીવાળુ થયેલ હોય તો આવા 0થી 18 વર્ષની વયજુથમાં આવતા બાળકોને અભ્યાસ કરવાની શરતે માસિક રૂપિયા 2 હજારની સહાય આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે.

આ યોજનાઓના લાભ મેળવા વિવિધ વિભાગોને સંપર્ક કરવાથી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક કરી અરજી ફોર્મ જમા કરાવવાની સરકારએ જાહેરાત કરી હતી. જે બાદ ભોગ બનેલા બાળકો અને તેમના પરિવારોની દુ:ખની ઘડીએ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” લાભ લેવા જતાં સરકારી બાબુઓના તઘલગી નિર્ણયથી પડતા પર પાટુ મારે તેવી દશાથી તેમના વેદના ભર્યા આસુ સરી પડયા છે. છેલ્લા એક બે દિવસથી અરજદારોના ફોર્મ સ્વિકારવાન જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

ખેડા જિલ્લામાં દૂર દૂરથી આ યોજનાનો લાભ લેવા નડિયાદ સરદાર ભવનની કચેરી ખાતે આ ફોર્મ આપવા માટે આવે ત્યારે સરકારી અધિકારીઓ આ ફોર્મ સ્વિકારવાની ના પાડતાં અરજદારોને ધરમના ધકકા ખાવાનો વારો આવ્યો છે. માહિતી તૈયાર કરી હોય તથા 500- હજારનો ખર્ચ કરીને સાધનિક ફોર્મ લઇને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક કરતાં કચેરીમાં બેઠેલા સરકારી બાબુઓ જણાવે છે કે ઉપરથી મેસેજ છે કે હાલમાં આવી કોઇ અરજીઓ સ્વીકારવાની નથી જે તે અરજદારે તેઓની પાસે રાખે કચેરીમાં તપાસ કરતાં રહેજો અરજી ઉપરથી સ્વીકારવાની જણાવવાનુ કહેશે ત્યારે તમારી અરજી સ્વીકારીશુ આવો જવાબ અરજદારોને મળે છે. અત્રેઉલ્લેખનીય છે કે તાજેતરમાં આપણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં અનેકો સરકારી કાર્યક્રમો રાખ્યા પણ ગણતરીના દિવસોમાં જ આ યોજનાનો ફિયાસ્કો થતાં સરકાર સામે લોકોનો રોષ જોવા મળ્યો છે.

આ અંગે ખેડા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડે જણાવ્યું હતું કે હાલમાં આ યોજના બાબતે આવનાર સમયમાં અપડેટ આવવાનું હોવાથી ફોર્મ સ્વિકારવાની ના પાડી છે. પહેલી તારીખ બાદ ફોર્મ સ્વીકારશે જોકે આ અંગે કોઈ પરિપત્ર નથી તેવુ સ્પષ્ટ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...