ફેલાતા સંક્રમણને કારણે નિર્ણય:ચકલાસી-ડભાણમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરાઇ, ચકલાસીમાં 10, ડભાણમાં 15 દિવસ લોકડાઉનનો નિર્ણય

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલાસી પાલિકા દ્વારા શહેરમાં લોકડાઉન માટે વેપારી એશોસિએશનને વિનંતી કરાઈ છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેની ખેડા જિલ્લામાં પણ માઠી અસપ પડી છે. તેમજ જિલ્લાના તાલુકાઓ અને શહેરોમાં પણ તેની ખાસ્સી અસર જોવા મળી છે. ત્યારે આ મહામારીને ડામવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયુ છે. તેમજ અનેક શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે.

આ અનુસંધાને હવે ચકલાસી પાલિકાના પ્રમુખ સંગીતાબેન વાઘેલાએ શહેરના વેપારી એશો.ને બપોરે 12થી સાંજે 5 અને રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન કરવા માટે વિનંતી કરી છે. તેમણે કટલરી સ્ટોર, રેસ્ટોરન્ટ, હોટલો, ખાણી-પીણીની લારીઓ અને ચાની હાટડીઓ સહિત કરિયાણાની દુકાનો પણ બંધ રાખવા માટે વિનંતી કરી છે. જેથી 18/04/2021થી 27/04/2021 સુધી ચકલાસીમાં લોકડાઉન રહેશે. કોરોનાના વધતા સંક્રમણ સામે ડભાણમાં પણ મહત્વનો નિર્ણય લેવાયો છે.

નડિયાદ શહેરથી નજીક આવેલા આ ગામમાં વધી રહેલા કેસોને જોતા ગામમાં સાંજના 4 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આવતી 30 તારીખ સુધી ગામમાં દુકાનો, મંદિર અને મસ્જિદ સહિત લારી-ગલ્લાં બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...