કોરોના અપડેટ:નડિયાદમાં આજે વધુ એક કોરોનાનો કેસ નોંધાયો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 55 વર્ષિય પ્રોફેસર પોઝિટિવ

નડિયાદમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે. એક દિવસ બ્રેક માર્યા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે. શહેરના શુભસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ખાનગી કૉલેજના ૫૫ વર્ષિય પ્રોફેસર કોરોના પોઝિટિવ આવ્યાં છે. જે હાલ સારવાર હેઠળ છે. આરોગ્ય તંત્રએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવવા મોકલ્યાં છે. ત્યારે તેમના પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ, આક્ટોબર મહિનામાં કોરોના કેસમાં થતી વધ-ઘટના કારણે તંત્ર મૂંઝવણમાં મૂકાયું છે.

અત્યાર સુધી ખેડા જિલ્લામાં કુલ 10,430 કોરોના કેસ નોંધાયા છે. હાલ, કુલ 4 દર્દી સારવાર હેઠળ છે. આજે કુલ 724 લોકોના સેમ્પલ લેવાયા છે. જે તમામના રિપોર્ટ પેન્ડીગ છે. હાલ, દાખલ તમામ દર્દીઓની હાલત સ્ટેબલ છે. જો કે નડિયાદમાં લોકો સતત રોગાચાળાની ઝપેટમાં આવી રહ્યાં છે. જેથી સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...