તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Another Car Collided With A Car On Dholka Bridge, Both The Drivers Were Rescued: Police Conducted An Investigation Into The Body.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધોળકા બ્રિજ પર મૃતદેહ જોઇ કાર રોકતા બીજી કાર અથડાઇ, બન્ને કાર ચાલકનો બચાવ : લાશ અંગે પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ, ખેડા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધોળકા બ્રિજ પાસે બુધવારે મોડી સાંજે નડિયાદથી અમદાવાદ તરફના રોડ ઉપર પડેલા મૃતદેહને કફન ઓઢાડવાના આશયથી કાર ચાલકે એકાએક કારને બ્રેક મારતાં, પાછળથી પૂરઝડપે આવી રહેલી બીજી કાર પાછળથી અથડાઇ હતી.

ખેડા નજીક નેશનલ હાઇવે પર ધોળકા બ્રિજ નજીક એક અજાણ્યા શખ્સનો મૃતદેહ હાઇવે રોડ પર પડ્યો હતો. નડિયાદથી અમદાવાદ તરફ જઇ રહેલી કારના ચાલકે રસ્તા પર પડી રહેલા મૃતદેહને જોતાં, તેને કફન ઓઢાડી, પોલીસને જાણ કરવાની ગણતરીએ તેઓએ એકાએક ગાડીને બ્રેક કરી હતી. આજ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી કારનો ચાલક, કારને કાબુમાં ન કરી શકતાં બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં બંનેમાંથી એકપણ ગાડીના ચાલકને ઇજા થઇ નહતી. જોકે, રસ્તા પર અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ પામેલો શખ્સ કોણ છે તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો