તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસતા વર્ષે ડાકોરમાં ‘દર્શન’બંધી:રણછોડરાય મંદિરમાં બંધ દરવાજે પ્રતિકાત્મક રીતે અન્નકૂટ પૂજા થશે, આ વર્ષે અન્નકૂટ લૂંટવા નહીં મળે

ડાકોર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાકોરના ઠાકોર આ વર્ષે બેસતાવર્ષે દર્શનાર્થીઓને દર્શન નહીં આપે - Divya Bhaskar
ડાકોરના ઠાકોર આ વર્ષે બેસતાવર્ષે દર્શનાર્થીઓને દર્શન નહીં આપે
 • અન્નકૂટ લૂંટ ઉત્સવ બાબતે મંદિરમાં દેશ કાળ પરિસ્થિતિ મુજબ પરંપરા બદલાશે
 • નવા વર્ષના પ્રથમ દિવસે જ હરિદર્શનથી વિમુખ રહેશે યાત્રાળુ શ્રધ્ધાળુ ભક્તો
 • વહીવટી તંત્ર ક્ષત્રિયોના ઉપવાસ આંદોલનના એલાનથી ડર્યું

ડાકોર રણછોડરાયજીના ભક્તો દર્શનાર્થીઓ ઉપર નવા વર્ષનાં પ્રથમ દિવસે ડાકોરના ઠાકોરનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર તંત્રની અન્નકૂટ રણનીતિ અન્વયે બેસતા વર્ષે જ મંદિર દર્શનાર્થીઓ અને વૈષ્ણવો માટે બંધ રાખવામાં આવશે. વહીવટી તંત્રના આ નિર્ણયથી વૈષ્ણવોમાં વ્યાપક નિરાશા સાથે આક્રોશ ફેલાયો છે. જો કે બપોર બાદ સાંજના 4 વાગ્યા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલશે અને શ્રીજીમહારાજના તમામ ભોગના દર્શન રાબેતા થશે.

સરપંચોની મિટિંગમાં લેવાયો નિર્ણય
ડાકોર રણછોડરાય મંદિરમાં હયાત મંદિરના નિર્માણકાળથી અન્નકૂટ લૂંટ પરંપરા શરૂ થઈ હતી. જે કોરોના કાળ સુધી અવિરત રહી પરંતુ હવે આ મહામારીની કેન્દ્રીય સરકારી ગાઈડલાઈનને કારણે મંદિર પરંપરા ઉપર અટકાવ આવ્યો છે. 1 નવેમ્બરે 2020ના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મંદિર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ અને સરપંચોની થયેલ મીટિંગમાં લાંબી ચર્ચા અને વિવાદ બાદ પણ કોઇ સમાધાન નીકળ્યું નહોતું. વળી તે મીટીંગ બાદ સરપંચોએ ભેગા મળી ડાકોર મંદિર અને ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપી બેસતાવર્ષે અન્નકૂટ મંદિર પરંપરા મુજબ લૂંટવા દેવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલનની ચમકી ઉચ્ચારી હતી.

વર્ષના પહેલા દિવસે જ ઠાકોરના દર્શન નહીં થાય
યાત્રાધામ ડાકોરમાં મંદિર અન્નકૂટ ઉત્સવ બાબતે વહીવટી પરંપરા અને ધાર્મિક પરંપરા સામસામે થઈ છે. 250 વર્ષથી ચાલી આવતી મંદિરની આ પરંપરામાં જાળવવા અને તે મુજબ અન્નકૂટ લૂંટ ઉત્સવ રાબેતા મુજબ જ કરવા ઠાસરા તાલુકાના સરપંચોએ સરકારી તંત્રને આવેદનપત્ર આપી આંદોલનની ચમકી ઉચ્ચારી હતી. જોકે વહીવટી તંત્ર કેન્દ્રીય કોવિડ ગાઈડલાઈન આગળ ધરી છટકી ગયું હતું અને મંદિર મેનેજમેન્ટ તંત્ર પણ અન્નકૂટ ઉત્સવની ઉજવણીને લઈ દ્વિધાપૂર્ણ સ્થિતિમાં હતું. નવા વર્ષના પહેલા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. ત્યારે પોલીસ વિભાગે મામલો ઠારે પાડ્યો પણ વર્ષના પહેલા દિવસે મંદિરમાં વૈષ્ણવ પ્રવેશ બંધ રાખવા નિર્ણય લેવાયો.

મંદિરમાં પોલીસ તંત્ર મૂકવામાં આવ્યું
સરપંચો અને પોલીસ વિભાગની મિટિંગમાં બેસતા વર્ષે અન્નકૂટ ઉત્સવ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટેની ચર્ચાને અંતે સરપંચોએ પોતાનો ઉપવાસ આંદોલનનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, પોલીસ આ બાબતે સતર્કતા દાખવી બેસતા વર્ષે કોઈ ગામના ક્ષત્રિય ગ્રુપ દ્વારા અન્નકૂટ બાબતેના નિર્ણયને લઈ મંદિરમાં કોઈ આકસ્મિક હલ્લાબોલ હુમલો ન બને તે માટે તમામ સતર્કતા દાખવી રહી છે. જે પરિણામ સ્વરૂપે જ ડાકોર મંદિર બેસતા વર્ષે સવારના દર્શનમાં યાત્રાળુ દર્શનાર્થીઓ પ્રવેશ બંધ રાખવામાં આવ્યું હોવાનું જણાઈ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો