વિવાદ:કણજરીમાં જુના ઝઘડાની અદાવતે હુમલો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદ તાલુકાના કણજરી રાવળ વાસમાં રહેતા નિલેષભાઈ ઉર્ફે જીતુ સીતારામ રાવળ ઉ.40 સોમવારની રાત્રે મજૂરી કામ પતાવી ઘરે પરત જતો હતો, ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા ચેતન ગીરીશ રાવળ, મહેન્દ્ર ગીરીશ રાવળ, હિતેશ ગીરીશ રાવળ અને ગીરીશભાઈ ડાહ્યાભાઈ રાવળે તેને રોક્યો હતો. ચેતને તેને કહેલ કે તને ચરબી છે, તારે ઝઘડવું છે. તેમ કહી માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મહેન્દ્ર, હિતેશ અને ગીરીશભાઇ પણ ત્યાં દોડી આવ્યા હતા. અને ચારેય ઇસમો એ ભેગા મળી લોખંડની પાઇપ અને હથિયારો થી નિલેષ ને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જેના કારણે નિલેષ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસમાંથી એકત્ર થઇ ગયેલ લોકોએ તેને વધુ મારમાંથી છોડાવ્યો હતો, અને કોઈએ 108 ને ફોન કરી દેતા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. દરમિયાન નિલેશભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...