તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:આઇ.સી.ડી.એસ.નડિયાદ ઘટક-1 હસ્તકના આંગણવાડી કાર્યકર બહેનોએ વર્ચ્યુઅલી સુપોષણ સંવાદ મંગળ દિવસની ઉજવણી કરી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને વિનામુલ્યે ગણવેશ વિતરણ
  • આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત HB કવીન હરીફાઇ યોજાઈ

હાલના કોરોના મહામારીના સમયગાળામાં સૌથી સંવેદનશીલ જુથના લાભાર્થીએ સગર્ભા માતા છે. આથી આઇ.સી.ડી.એસ.નડિયાદ ઘટક-1 હસ્તકના કુલ-123 આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં જુલાઇ-2021 માસે સુપોષણ સંવાદની વર્ચ્યુઅલી (ઓનલાઇન/વિડીયો કોલીંગ) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

આંગણવાડી કાર્યકર દ્વારાં લાભાર્થી સગર્ભા મહિલા સાથે વિડીયો કોલીંગ મારફતે કાઉન્સીલીંગ-સંપરામર્શ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને કોવિ૯-19 ના સમયગાળા દરમ્યાન સગર્ભા માતાએ રાખવાની થતી આરોગ્યલક્ષી કાળજી, પોષણલક્ષી કાળજી, સગર્ભાવસ્થા દરમ્યાન જોખમી લક્ષણો, માતૃશકિત ટી.એચ.આર. નો ઉપયોગ બાબતે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને વિનામુલ્યે ગણવેશ વિતરણ
સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આઇ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-1 હસ્તકના તમામ 123 આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 3 થી 6 વર્ષના બાળકોને વિનામુલ્યે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ગ્રામ્ય સ્તરે સરપંચ, ગામના આગેવાન, પદાધિકારીઓ તેમજ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ કાઉન્સીલરો ઉપસ્થિત રહેલ હતાં. જેમના વરદ્ હસ્તે 1761 કુમાર અને 1715 કન્યા આમ કુલ-3476 લાભાર્થી બાળકોને વિનામુલ્યે (1 બાળકને 2 જોડી લેખે) ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન ઘટકના અલગ-અલગ આંગણવાડી કેન્દ્રોમાં આઇ.સી.ડી.એસ.નડિયાદ ઘટક-1 હસ્તકના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો તેમજ પોષણ અભિયાન સ્ટાફ હાજર રહેલા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર તથા આંગણવાડી તેડાગર બહેનો દ્વારાં કરવામાં આવ્યું હતું.

પૂર્ણા દિવસ ઉજવણી અંતર્ગત HB કવીન હરીફાઇ યોજવામાં આવી SAG યોજના અંતર્ગત 14 થી 14 વર્ષની શાળાએ ન જતી અને પૂર્ણા યોજના અંતર્ગત 15 થી 18 વર્ષની શાળાએ જતી અને ન જતી તમામ કિશોરીઓ આંગણવાડી કક્ષાએ વિવિધ હરીફાઇ થકી પ્રવૃત્ત રહે અને સાથે પોષણ અને આરોગ્યના સંદેશાઓ પણ આપી શકાય તે હેતુસર પૂર્ણા કેલેન્ડર મુજબ કોવિડ-19ની ગાઇડલાઇન ધ્યાને રાખી આઇ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-1 હસ્તકના તમામ 123 આંગણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસ ઉજવણી અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને HB કવીન હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.

હરીફાઇમાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હોપસ્કોપની મદદથી રમત પોષણ, આર્યનનું મહત્વ, આર્યન મળતા ખોરાકની સમજણ તેમજ H.B.નું પ્રમાણ કેટલું હોવું જોઇએ તે વિશે કિશોરીઓને સમજ આપવામાં આવેલ હતી. આ ઉજવણી દરમ્યાન આઇ.સી.ડી.એસ.નડિયાદ ઘટક-1 હસ્તકના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો તેમજ પોષણ અભિયાન સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...