તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Food And Drugs Department Finally Woke Up Three Days Later In Nadiad, Which Was Hit By Cholera, And Carried Out Checks In The Affected Areas.

કાર્યવાહી:કોલેરાની ઝપેટમાં આવેલા નડિયાદમાં અંતે ત્રણ દિવસ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું, પ્રભાવિત વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબ્રસ્તાન ચોકડી, જવાહરનગર સહિત પ્રભાવિત વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું
  • નડિયાદમાં આજે વધુ ઝાડા ઉલ્ટીના 25 કેસ સામે આવ્યા

ખેડા જિલ્લાના નડિયાદમાં કોરોના બાદ કોલેરા અને શંકાસ્પદ ઝાડા ઉલ્ટીના કેસોએ માઝા મુકી છે. ત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલ નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજે મોડા મોડા પણ જાગી પ્રભાવિત વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં મોટા પ્રમાણમાં ખુલ્લા ખોરાકનો નાશ કર્યો છે. સાથે સાથે કેટલીક ફરસાણ અને નાસ્તાની દુકાનોને નોટિસ પણ આપી છે.

કોલેરાગ્રસ્ત નડિયાદમાં મોડે મોડે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જીલ્લા વહીવટી તંત્રએ જાહેર કરેલ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ત્રણ દિવસ પછી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકીંગ હાથ ધર્યું છે. શનિવાર સવારથીજ આ વિભાગ દ્વારા નડિયાદ શહેરના કબ્રસ્તાન ચોકડી, જવાહરનગર, મંજીપુરા રોડ સહિત સ્ટેશન રોડ અને પ્રભાવિત વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયુ છે. જે પૈકી બપોર સુધી 15 જેટલી ખાણીપીણી નાસ્તાની દુકાનોમાં શંકાસ્પદ ખોરાક અને જે ખોરાકને ખુલ્લો રાખવામાં આવ્યો હતો તે ખોરાકનો આશરે 30થી વધુ કીલોનો જથ્થો નાશ કર્યો છે. જેમાં ભજીયા, ખમણ, સહિતના નાસ્તાનો સમાવેશ થાય છે.

આ સાથે બે જેટલી બરફની દુકાનોને પણ બંધ કરાવી હતી. આમ બપોર સુધી કુલ 15 જેટલી ખાણીપીણીની દુકાનોને નોટીસ આપી છે. આ કામગીરી પુરા દિવસ દરમિયાન ચાલશે બપોર બાદ શહેરના મુખ્ય બજાર સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાણીપુરીની લારી, ફરસાણની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ સિવાય કોલેરા મુખ્યત્વે પાણી દ્વારા વધુ ફેલાતો હોવાથી ખુલ્લું પીવાનું પાણી ન પીવું જોઈએ તે બાબતે કાળજી રાખવામાં આવે તેમ દુકાનદારોને સમજાવવામાં આવ્યું હતું.

નડિયાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ત્યારે કોલેરાનું તોડાતું સંકટ વચ્ચે આજે ઝાડા ઉલ્ટીના વધુ શંકાસ્પદ કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં નાસભાગ મચી ગઈ છે. ગતરોજ સુધી છેલ્લા 4 દિવસના કુલ 56 ઝાડા ઉલ્ટીના કેસો હતા જેમાં આજે એટલે કે છેલ્લા 24 કલાકમાં જ બીજા 25 કેસોનો નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આરોગ્ય વિભાગે જુદી જુદી ટીમો દ્વારા રોગગ્રસ્ત વિસ્તારોમાં દવા સહિતની કામગીરી કરી રહ્યા છે. આ સાથે પાલીકા તંત્ર પણ એક્શન મોડમાં કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...