મતદાન પૂર્ણ:ખેડા જિલ્લામાં પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણી, 16 બેઠકો પર 42 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ઓક્ટોબરે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે

ખેડા જિલ્લામાં નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી 16 બેઠકો માટે આજે પેટાચૂંટણી યોજાઈ હતી. આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાનની પ્રક્રિયા પુરી થતાં તંત્ર એ હાશકારો લીધો છે. આ પેટાચૂંટણીમાં 42 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે.

ખેડા જિલ્લા પંચાયતની વાંઘરોલી, નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ, માતર તાલુકા પંચાયતની મહેલજ, ભલાડા, ખેડા તાલુકા પંચાયતની રઢુ અને ખેડા અને ડાકોર નગરપાલિકાની કુલ 11 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શરૂઆતના તબક્કે મતદાન ઓછું થયું હતું. પરંતુ બપોર બાદ મતદાનમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જ્યારે નગરપાલિકાની પેટા ચૂંટણીમાં સવારે નિરસ મતદાન રહ્યું હતું. બપોર બાદ એકાએક મતદાન કરવા માટે લોકો મતદાન કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા. ઉમેદવારો મતદારોને બોલાવી બોલાવી મતદાન કેન્દ્રો સુધી લઈ જતાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતદાનની પ્રક્રિયા પુરી થતાં જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ હાશકારો લીધો છે.

ખેડા જિલ્લાની પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી આગામી 5 ઓકટોબરના રોજ હાથ ધરાશે. જેમાં તમામ 42 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

ખેડા જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક પર સવાર 7 થી સાંજે 6 કલાક દરમિયાન 46.58% મતદાન નોંધાયું છે. નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક પર સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 71.68 % મતદાન નોંધાયું છે. માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક ઉપર સવારે 7થી સાંજે 6 દરમિયાન 72.64 % મતદાન નોંધાયું છે. જ્યારે આ તાલુકા પંચાયતની ભલાડા બેઠક પર સવારે 7થી સાંજે 6 દરમિયાન 74.13% મતદાન નોંધાયું છે. ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠક પર સવારે 7થી સાંજે 6 દરમિયાન 58.80 % મતદાન નોંધાયું છે. આમ આ તમામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 69.41 % મતદાન થયું છે.

આ સાથે ખેડા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં કુલ 2 બેઠકો માટે સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 77.20 % મતદાન નોંધાયું છે. જ્યારે ખેડા નગરપાલિકાની વોર્ડ નંબર 6માં 1 બેઠક માટે સવારે 7થી સાંજના 6 દરમિયાન 70.99 % મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ડાકોર નગરપાલિકાની વોર્ડ 1માં 1 બેઠક માટે સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 65.39 % મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 4માં બે બેઠકો માટે સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 62.22 % મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 6માં એક બેઠક માટે સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 49.41 % મતદાન નોંધાયું છે. વોર્ડ નંબર 7માં કુલ 4 બેઠકો માટે સવારે 7થી સાંજે 6 કલાક દરમિયાન 66.45 % મતદાન નોંધાયું છે. આમ નગરપાલિકાની કુલ 11 બેઠકોમાં 65.35 % મતદાન થયું છે.

.

અન્ય સમાચારો પણ છે...