તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્ણ ઉજવણી:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પરશુરામ જયંતિ તથા અખાત્રીજની ઉજવણી કરાઈ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાધામ વડતાલમાં આજથી દેવો ચંદનના વાઘાથી સજ્જ થયા
  • ખેડૂતોએ ખેતીના ઓજારને કુમકુમ તિલક કરી પૂજા વિધિ કરી ખેતીના શ્રીગણેશ કર્યા

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે પરશુરામ જયંતિ અને અખાત્રીજની ઉજવણી કરાઈ છે. કોરોનાના કારણે પરશુરામ જયંતિની ખૂબજ જૂજ લોકોની ઉપસ્થિતિમાં સાદગીથી ઉજવણી કરી છે. જ્યારે અખાત્રીજના શુભ મુહૂર્તમાં ધરતીપુત્રોએ ખેતીના ઓજારની પૂજા વિધિ કરી છે.

ખેડા જિલ્લામાં શુક્રવારે પરશુરામ જયંતિ તથા અખાત્રીજની ઉજવણી કરાઈ છે. શહેરના માઈ મંદિર ખાતે ગાદીપતિ પ. પૂ. માઈધર્માચાર્યા હરેન્દ્ર મહારાજની ઉપસ્થિતિમાં ભગવાન પરશુરામજીનું પૂજન અર્ચન કરાયું હતું. ખુબજ જુજ લોકોની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે સાથે વિશ્વમાં આવી પડેલ કોરોના મહામારીથી સંસારને મુક્તિ મળે તે માટે પણ પ્રાર્થનાં કરાઈ છે. આ પ્રસંગે મિતલ વ્યાસ, બ્રહ્મસમાજના અવનિશ જોશી, ધૈવત દેસાઈ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કપડવંજ, કઠલાલ, માતર સહિતના તાલુકા મથકોએ પણ ઉજવણી કરાઈ છે.

આ સાથે સાથે અખાત્રીજની પણ ઉજવણી કરાઈ છે. અખાત્રીજ એટલે વણજોય મુહૂર્ત ખાસ કરીને વેપારીઓ પોતાના નવા ધંધા રોજગાર , સોનાચાંદીની ખરીદી તેમજ અન્ય મિલ્કત ખરીદવાનો આ શુભ દિવસ ગણાય છે ત્યારે ધરતીપુત્ર અને જગતના તાત ખેડૂત માટે અખાત્રીજ એ નવા વર્ષનો પ્રથમ દિવસ ગણાય છે . આ દિવસે ખેડૂતો પોતાના સાધનોની પૂજનઅર્ચન કરી ખેતીના શ્રીગણેશ કરે છે.

વડતાલધામમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાનો આરંભ આજે અખાત્રીજથી શરૂ થયો છે. હરિભક્તો પણ ચંદનના વાઘાની સેવાનો લાભ લઇ શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અક્ષય તૃતીયા વણ તેડ્યા મુહૂર્તની અકબંધ શુભ તિથી. એટલે મુહૂર્ત જોવાની કોઇ જરૂર નથી હોતી.! અખાત્રીજે ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે.

અન્ય સમાચારો પણ છે...