તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષા સામે સવાલ:ખેડા જિલ્લાની બીલોદરા જિલ્લા જેલમાંથી સીમકાર્ડ વગરનો આઇફોન મળી આવ્યો, પાઇપમાં છૂપાવ્યો હતો ફોન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરેક નં. 8 નજીક આવેલી ચોકડીમાં પ્લાસ્ટિકની કોથળીમાંથી સેલફોન મળી આવ્યો
  • નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ

નડિયાદ સ્થિત આવેલી બીલોદરા જિલ્લા જેલમાંથી સીમકાર્ડ વગરનો સેલફોન મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવથી જેલમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. સધન સુરક્ષા વચ્ચે મોબાઇલ ફોન અંદર જેલમાં પહોંચ્યો કઈ રીતે તે એક પ્રશ્ન છે. જોકે આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા જિલ્લાની બીલોદરા જિલ્લા જેલમાંથી ગતરોજ સાંજે એક સીમકાર્ડ વગરનો એપલ કંપનીનો આઇફોન મળી આવ્યો છે. જેલની યાડ નં. 3ની બેરેક નં. 8માં પ્રવેશતાં ડાબી બાજુના શૌચાલય નજીકની ચોકડી પાસેથી આ મોબાઇલ ફોન મળી આવ્યો છે. અહીંયા પાણીના નિકાલની પાઈપમાં પ્લાસ્ટિકની કોથળીમાં સેલફોન છુપાવેલો હતો. જે જેલના સુરક્ષા કર્મીઓને ધ્યાને આવતાં આ મોબાઇલ ફોનનો કબ્જો મેળવ્યો છે. બિનવારસી મળેલ મોબાઇલ ફોન અંગે જેલના કેદીઓની પુછતાછ આદરવામાં આવી પરંતુ ફોનના મુળ માલિક સુધી પહોંચી શકાયું નહોતું. જ્યારે આ આઇફોનનું સ્ક્રીન લોક હોવાથી અંદરની માહિતી મળી શકી નહોતી. આ બનાવથી જેલમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.

ઉપરોક્ત મળી આવેલા સેલફોનની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી બાબતોનો ખુલાસો થઈ શકે એમ છે. સાથે સાથે આ મોબાઇલ ફોનનો કયા કયા આરોપીઓએ અનઅધિકૃત રીતે ઉપયોગ કર્યો છે કે કેમ તેમજ મોબાઇલ ફોન દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાનો હતો કે કેમ જેવા અનેક સવાલો આ બનાવને પગલે ઊભા થયા છે. ઉપરાંત કડક સુરક્ષા હોવાથી મોબાઇલ ફોન કઈ રીતે જેલમાં પહોંચ્યો તથા આ પ્રવૃત્તિ પાછળ કોઈ જેલ કર્મી કે અન્ય કોઈ વ્યક્તિનો હાથ રહેલો છે કેમ જેવા અનેક સવાલો રહસ્ય ઊભું કર્યુ છે. આ ઘટનાને પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...