તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:અરજદારને સમય મર્યાદામાં માહિતી નહીં આપનાર નડિયાદ TDOનો ખુલાસો મંગાયો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સુનાવણીના દિવસે માહિતી અધિકારીને અચૂક હાજર રહેવા નોટિસ અપાઈ

નડિયાદ તાલુકા પંચાયતમાં માહિતી અધિકાર અન્વયે માહિતી માંગનાર અરજદારને સમય મર્યાદામાં માહિતી નહીં આપવા બદલ માહિતી આયોગ દ્વારા અધિકારી નો ખુલાસો માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં આગામી સુનાવણી ના દિવસે સંબંધિત અધિકારીઓને માહિતી આયોગ સમક્ષ હાજર રહેવા નોટિસ પણ આપવામાં આવી છે. દિપેશભાઈ વાલજીભાઇ પટેલ રહે. વિઘ્નેશ્વર ટ્રેડીંગ કંપની, પીજ રોડ, નડિયાદનાઓએ તા.30 ઓક્ટોબર 2020ના રોજ તાલુકા પંચાયતમાં માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગી હતી.

જમીન એન.એ. થયા અંગેની વિગતો માંગવા દરમિયાન તાલુકા પંચાયત દ્વારા અધુરી માહિતી આપવી, માહિતી જિલ્લા પંચાયત હસ્તક આવતી હોવાનું બહાનું બતાવી અન્ય કચેરીમાં માહિતી તબદીલ કરી દેવામાં આવી હતી. અને આખરે દિવસો વીતી ગયા બાદ અધુરી માહિતી અરજદારને આપવામાં આવી હતી. જેથી માહિતી અધિકારના નિયમનું ઉલ્લંઘન કરનાર અધિકારી વિરૂધ્ધમાં અરજદાર દ્વારા માહિતી આયોગમા ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ અનુસંધાને આયોગ દ્વારા અરજદાર અને અધિકારીની રજુઆતો સાંભળી હતી.

જેના અંતે નડિયાદ તાલુકા પંચાયત ના માહિતી અધિકારી દ્વારા માહિતી અધિકાર અધિનિયમનો અનાદર કર્યાનું જાણવા મળતા તત્કાલિન જાહેર માહિતી અધિકારી શૈલેષકુમાર બ્રહ્મભટ્ટ અને હાલના જાહેર માહિતી અધિકારી બી.બી. ઠાકરને આગામી સુનાવણી દરમિયાન અચૂક હાજર રહેવા નોટિસથી જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...