તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નડિયાદમાં વોર્ડ નંબર 10માં ગટરના ઉભરાતા પાણીને લઇ પ્રજામાં રોગચાળાનો ભય

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજા રોગમાં સપડાય તે પહેલા સમસ્યાનો ઉકેલ આવે તેવી લોકમાંગ

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટી નજીક છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાય છે. આ વિસ્તારની પ્રજા રોગચાળામાં સપડાઇ છે. તેથી વહેલી તકે આનો ઉકેલ આવે માંગણી ઉઠવા પામી છે.

ગટરનું પાણી સવારે અને સાંજે પીવાનું પાણી આવે ત્યારે નિકળે છે

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના જુના ડુમરાલ રોડ નહેર પાસેના બાર આમલીના છાપરા વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ગટરો ઉભરાઇ છે. અને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગટરનું પાણી સવારે અને સાંજે પીવાનું પાણી આવે ત્યારે નિકળે છે. આ ગટરના પાણીથી રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતાઓ છે. જેથી આ વિસ્તારના કાઉન્સીલરો આ વિસ્તારની મુલાકાત લે તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યાં છે. અને આ સમસ્યાનો નિકાલ લાવે તેવી માંગ કરી રહ્યાં છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા પાણી બંધ કરવાનો કોઈ જાતનો પ્રયાસ કરવામાં આવતું નથી. પાલિકામાં પૂછતા આ બાબતની કામગીરી ચાલુ હોવાના રટણ થઈ રહ્યાં છે. પ્રજા રોગમાં સપડાય તે પહેલા આ સમસ્યાનો ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...