તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • An Elderly Man Was Hit By An Unidentified Driver Near The Green Dholka Intersection In Nadiad. The Old Man Died On The Spot Due To Head Injuries.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નડિયાદની હરીયાળા ધોળકા ચોકડી પાસે બેફામ કારચાલકે વૃદ્ધને અડફેટે લીધા, માથાના ભાગે ઇજાઓ થતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત

નડિયાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
 • પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી દીધી છે.

રાજ્યભરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં બેફામ વાહન ચાલકોનો ઘણા બધા રાહદારીઓ ભોગ બની જતા હોય છે. તેવામાં ખેડાના હરીયાળા ધોળકા ચોકડી પાસે પુરઝડપે આવતી કારે રોડ ઉપર ચાલતા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેના કારણે વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી દીધી હતી. ખેડા ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ગાડી ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત
ગત રોજ મોડી સાંજે ખેડાના હરીયાળા ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે રસ્તાની નજીક ચાલતા જતાં આધેડ વયના વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃધ્ધ રોડ ઉપર ઢળી પડ્યા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આના પરિણામે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાની થોડીક જ ક્ષણોમાં લોકોની ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. ત્યારપછી સ્થાનિકોએ આ બનાવની જાણ ખેડા ટાઉન પોલીસને કરી દીધી હતી. જેના પગલે પોલીસ ગણતરીના સમયમાં અકસ્માત થયેલા સ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિવારજનોની શોધખોળ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસને અકસ્માતનો ભોગ બનેલા વૃદ્ધના પરિવારજનોને શોધવા માટે ભારે મુશ્કેલીઓ પડી હતી. પોલીસે ભારે શોધખોળ બાદ મૃતકના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરાતા તેઓ બનાવ સ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે તેમના દિકરાને મૃતદેહની ઓળખ કરવા જણાવ્યું હતું, ત્યારપછી ગોપાલે આ મૃતદેહ પોતાના પિતા બેચરભાઈ વાઘેલા(ઉ. વ. 64) નો જણાવતા પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો