તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફફડાટ:નડિયાદમાં વરસાદી માહોલ વચ્ચે વીજ ડીપીમાં 15 મિનિટ સુધી આગ લાગતાં અફડાતફડી

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગના પગલે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા

નડિયાદમાં ગઈકાલે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સાંજે વરસાદ બાદ નડિયાદના બારકોશીયા રોડ પર આવેલી એક વીજ ડીપીમાં એકાએક આગ લાગતાં તેમજ ધડાકા શરૂ થતા આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એક બાજુ વરસાદી પાણી ભરાયેલા હતા તે વખતે વીજ કંપની ડીપીમાંથી કોઈ કારણસર શરૂ થયેલા ધડાકાથી આ વિસ્તારમાં ભારે અફડાતફડી મચી હતી.

નડિયાદ શહેરના બારકોશીયા રોડ પર આવેલી શાલીમાર સોસાયટી પાસે ગઈકાલ રાત્રે વીજ ડીપીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. અને ધડાકાઓ શરૂ થઈ ગયા હતા. બોમ્બ જેવા ધડાકા લગભગ 15 મિનિટ સુધી સાંભળવા મળ્યા હતા અને ડીપીમાં આગ જોઇ આજુ બાજુના રહીશોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ દોડી આવીને આગ કાબુમાં લીધી હતી. જ્યારે બીજી બાજુ વીજ કંપનીના માણસો પણ દોડી આવી ભારે જહેમત બાદ આ વિસ્તારમાં બંધ થયેલા વીજ પુરવઠાને રાત્રે જ રાત્રે શરૂ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શનિવારે જ સેવાલીયામાં વીજ પોલ પરથી વાયર નીચે પડવાનો બનાવ સામે આવ્યો હતો જે બાદ પણ MGVCL તંત્ર ઘોર નિંદ્રામાં છે. હજુ પણ સમગ્ર જિલ્લામાં કેટલાય વીજ વાયરો જોખમી રૂપ છે તંત્ર દ્વારા મેઈન્ટેનન્સ નામે દર અઠવાડિયે વીજ પુરવઠો બંધ રાખી અસંતુષ્ટ કામગીરી કરી રહ્યા હોવાની બુમો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...