દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે 14 એપ્રીલે 132મી જન્મ જયંતિની ઉજવણી નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજકીય પક્ષો તથા સામાજિ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય સંગઠનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. તો વળી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ખેડા જિલ્લા સમસ્ત કર્મચારી મોરચા દ્વારા 14મી એપ્રિલ બંધારણીય અધિકાર દિવસ તરીકે ઉજવ્યો હતો.
જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સંતરામ રોડ ઉપર મોટી શાકમાર્કેટ પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની અર્ધકદની પ્રતિમા પાસે નગરના અગ્રણીઓએ વહેલી સવારથી પહોંચી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રાજકીય પક્ષો જેવા કે કોંગ્રેસ-ભાજપ, આમ આદમી પાર્ટી, સહિત નાના મોટા સંગઠનો તેમજ શહેરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ બાબાસાહેબના નમન કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. અને આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા માટે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા નારાઓ લગાવ્યા હતાં.
ગુજરાત જન કલ્યાણ સેવા સમાજ સંચાલિત મહિલા કોલેજ હોસ્ટેલ,કુ.રેષા પટેલ કન્યા છાત્રાલય, નકુમ નર્સિંગ કોલેજ હોસ્ટેલ તથા શ્રી સંતરામ કૌશલ્ય વર્ધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે તેઓની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક નરેન્દ્ર નકુમ, કમલેશભાઈ સુતરીયા, ઘનશ્યામભાઈ કા પટેલ સહિત વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
આ ઉપરાંત ખેડા જિલ્લાના 10 તાલુકા મથક વસો, ખેડા,માતર, મહેમદાવાદ,ઠાસરા, ગળતેશ્વર ,કપડવંજ, કઠલાલ સહિત ગામતળ વિસ્તારમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી છે.જબતક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના નારા સાથે જિલ્લો ગૂંજી ઊઠયો હતો.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે ખેડા જિલ્લા સમસ્ત કર્મચારી મોરચા દ્વારા 14મી એપ્રિલ બંધારણીય અધિકાર દિવસ તરીકે ઉજવ્યો હતો. એક લક્ષ્ય એથી નારા પુરાની પેન્શન અધિકાર હમારા ના સૂત્ર સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી હતી. જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નડિયાદ ,ખેડા જિલ્લા કર્મચારી મહાસંઘ નડિયાદ, ખેડા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ખેડા જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ, ખેડા જિલ્લા મહેસૂલ કર્મચારી મહામંડળ, ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ, ખેડા જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ સૂચિત અને ખેડા જિલ્લા કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે નડિયાદ ઇપ્કો વાળા હોલ ખાતે મહાસભા યોજી હતી.
આબાદ રેલી સ્વરૂપે ઇપ્કોવાળા હોલ ખાતેથી નીકળી સંતરામ શાકમાર્કેટ પાસે આવેલ આંબેડકરની પ્રતિમા સુધી રેલી સ્વરૂપે આવ્યા હતા. ત્યાં બાબાસાહેબની પુષ્પાંજલિ અર્પણ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી. આ રેલીમાં હજારો કર્મીઓ જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.