વેક્સિનેશન:જિલ્લામાં મંગળવારે રસીના 21300 ડોઝની ફાળવણી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં કોરોના રસીકરણની મહાઝુંબેશ ચાલી રહી છે. કોરોનાની આગામી ત્રીજી લહેરથી બચવા માટે રસી એ જ રામબાણ ઇલાજ બચ્યો છે ત્યારે કોવિડ રસીકરણના બંને ડોઝ લેવા જરૂરી બને છે. જેનાથી કોરોના સંક્રમણનો સામનો કરવા જરૂરી શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધે છે. ખેડા જિલ્લામાં રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 100 ટકા રસીકરણ માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાઇ રહ્યા છે. તા.5 મી ઓક્ટોબર મંગળવારના રોજ જિલ્લામાં તાલુકાવાર 21,300 રસીના ડોઝની ફાળવણી કરવામાં આવી હતી.

તાલુકાવેક્સિનની ફાળવણી
ગળતેશ્વર1460
કપડવંજ2570
કઠલાલ2700
ખેડા1550
મહુધા1420
માતર1500
મહેમદાવાદ2520
નડીયાદ4400
ઠાસરા2110
વસો1070
કુલ21300
અન્ય સમાચારો પણ છે...