તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Allegations Of Abuse Of Power Against Former Councilor Of Nadiad Municipality, Fasting Agitation Breaks Out Outside District Collector's Office To Lodge Police Complaint

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતરિક વિવાદ:નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સામે સત્તાનો દુરુપયોગ થયાના આક્ષેપો, પોલીસ ફરિયાદ દાખલ કરવા જીલ્લાની કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન છેડાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ વોર્ડ નં.6ના પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ કરવા કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન
  • સરકારી મશીનરી અને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ
  • નગરપાલિકાની ચૂંટણીમાં ટીકીટ ના મળે તે માટે બદનામ કરવાનું ષડયંત્રઃ પૂર્વ કાઉન્સિલર કાનાભાઈ

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ કાઉન્સિલર કાનાભાઈ ઉર્ફે કાનજીભાઈ દેવશીભાઇ પરમાર તેમજ તેમના પુત્ર રવિભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરના અમદાવાદી દરવાજા બહાર રહેતા જમનાબેન નરેશભાઈ પરમારે માંગ કરી છે. ગત તારીખ 15મી ડીસેમ્બર 2020ના રોજ કાનાભાઈએ પોતાના સહભાગીઓ સાથે જમનાબેનના ઘરની બહાર પડેલા નાના મોટા સામાન ઉપર જે.સી.બી. મશીન ફેરવી દેવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે જમનાબેન અને તેમના કુટુંબી લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરી હતી. પરંતુ અત્યાર સુધી તેમની ફરિયાદ બદલ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે તેઓ બુધવારે જિલ્લાની કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયા હતા.

જમનાબેને પોતાની અરજીમાં જણાવ્યું છે કે ઉપરોક્ત પિતા પુત્ર રાજકીય વગ ધરાવે છે. અને સત્તાનો રોફ અજમાવી ઉપરી અધિકારીની પરવાનગી સિવાય નડિયાદ નગરપાલિકાનું જે.સી.બી. અને ટ્રેક્ટર લાવી રસ્તાના દબાણ હેઠળ આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. જોકે આ બનાવમાં નગરપાલિકાએ જમનાબેનના પક્ષના અરજદાર ગીતાબેન સુંદરવાને લેખીતમાં એવું જણાવ્યું છે કે, ઉપરોક્ત દિવસે દબાણ હટાવવા કોઈ ટીમ ફળવાઈ નથી. સ્થાનિકોની માંગણી મુજબ ત્યાં ગંદકી સફાઈ અર્થે કામગીરી કરાઈ હતી.

બદનામ કરવાનું ષડયંત્રઃ પૂર્વ કાઉન્સિલર કાનાભાઈ
આ અંગે પૂર્વ કાઉન્સિલર કાનાભાઈનો ટેલિફોન સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મારા વોર્ડના વિઘ્ન સંતોષી લોકો દ્વારા મને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. નજીકમાં જ નગરપાલિકાની ચૂંટણી હોવાથી મારી રાજકીય છબી ખરાબ કરવામાં આવી રહી છે. તેમને વધુમાં જણાવ્યુ કે, મારા સામે પડેલ તમામ લોકો મારા કૌટુંબિક સગા થાય છે. અને અમારા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી આંતરિક પ્રશ્નો ચાલે છે.

ઉપરોક્ત બનાવ સમયે હું પદ ઉપર પણ નહોતો. ચર્ચાતી વાતો મુજબ નગરપાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે સૌ પ્રથમ અઢી વર્ષ માટે અનામત સીટ આવે છે અને તેમાં આ પૂર્વ વરિષ્ઠ કાઉન્સિલર પ્રમુખ પદના દાવેદાર છે. જેના માટે ટીકીટ ના મળે તે માટે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. જોકે આ આંતરિક વિવાદમાં તપાસ થાય ત્યારે તથ્ય શું છે તે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો