ડાકોર મંદિર પૂજા વિવાદ:મેનેજરે કહ્યુ, ‘ઈન્દિરાબેન સેવકે કોર્ટમાં કરેલી તમામ અરજીઓ ડિસમીસ થઈ છે’

નડિયાદ, ડાકોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહત્વની વાત છે કે સમગ્ર ઘટના અંગે મંદિર પ્રશાસન સાથે વાત કરતા મેનેજર અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે.. ‘આ જે બંને બહેનો છે ઇન્દિરાબેન અને ભગવતીબેન તેઓ સેવક પરિવારની દીકરી હતા. તેઓના લગ્ન થઈ ગયા છે, એટલે પરગોત્રી થઈ ગયા છે. વારાદારી સેવા અંગેના તેમના કુટુંબના વિવાદો કોર્ટમાં ચાલી રહ્યા છે. અને આ ઈન્દિરાબેન નીચલી કોર્ટથી હાઈકોર્ટ સુધી કરેલી તેમની તમામ અરજીઓ ડિસમિસ થઈ ગઈ છે. તેમની પાસે કોઈ એવો સ્પષ્ટ આદેશ નથી કે તેમને અંદર જઈને સેવા પૂજા કરવા દેવી.

નિયમ અનુસાર સેવકો અને જેતે વખતના વહીવટદાર દ્વારા થયેલા 1887ના કરાર મુજબ આ તમામ પાંખીયાના સેવકોએ રણછોડજીની સાક્ષી એ કબુલ કર્યું છે કે અમો અને અમારા દીકરા (નહીં કે દીકરી) વંશ પરંપરાગત રણછોડરાયની સાક્ષીએ તેમની સેવા નિયમો મુજબ કરીશું. આ સ્પષ્ટ હકીકત છે, બહેનને આ બાબતે પણ સમજાવ્યું છે. આ બેને અગાઉ પણ તેમની સહીથી તેમની જ્ઞાતીના પ્રતિનિધિઓ નિમેલા છે, આ વખતે પણ તેમને પ્રતિનિધિ નિમવા જાણ કરી હતી, પરંતુ તેઓએ નીમ્યા નહી તેથી સ્કીમ નિયમ મુજબ તેમના પાંખીયા ના પ્રતિનિધિને સેવા પૂજા કરવાનો હક્ક મંદિર ના નિયમ મુજબ આપવામાં આવ્યો છે.

વર્ષ 1979માં પણ ઇન્દિરાબેને પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો
ઈન્દિરાબેન સેવકે વર્ષ 1979માં પણ આ રીતે પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ ડાકોર ટેમ્પલ કમિટિએ મહિલા દ્વારા કરાયેલા પ્રયાસને વખોડી કાઢ્યો હતો. ડાકોર ટેમ્પલ કમિટિના તત્કાલિન મેનેજરે ત્રણેય જ્ઞાતિના આગેવાનોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સેવક કૃષ્ણલાલ જયરણછોડના દીકરી ઇન્દીરાબેને લગ્ન કર્યા છે એટલે તેઓ સેવક કુટુંબના સભ્ય રહ્યાં નથી. એટલે તેમની સેવક કુટુંબના સભ્ય તરીકે સેવાપૂજા કરવાનો, કેસર સ્નાન કરાવવાનો અધિકાર રહ્યો નથી તેમ છતાં તેમણે અમારી ગેરહાજરીમાં શ્રીની સેવા પૂજા કરી હતી.

આ અટકાવવા તમોએ (સેવક સમસ્ત ભાઇઓ) અમોને રૂબરુમાં આવી જણાવ્યું છે. આથી અમોએ નીજમંદિરના ઉપરી કારકુનને અત્રેના નંબર 3394 તારીખ 15.08.1979થી ઇન્દિરાબેને શ્રીની સેવાપૂજા કરતા, કેસર સ્નાન વિ. કરતા અટકાવવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...