• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • All The Forms Filled In Nadiad APMC Are Valid, The Picture Will Be Clear After 26th November, The Last Day For Withdrawal Of Forms

ચૂંટણી:નડિયાદ APMCમાં ભરેલા તમામ ફોર્મ માન્ય રખાયા, 26 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ એપીએમસીની આગામી 4 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે 22 નવેમ્બર ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે બાદ આજે 23 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ચકાસણીની કામગીરી હતી. જોકે દિવસ દરમિયાન એક પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું ન હતું. તેથી ખેડૂત વિભાગમાં રસાકસીનો માહોલ જામ્યો છે.

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 18 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી એક પણ ઉમેદવારી પત્રક રદ થયું નથી. બીજી તરફ 26 નવેમ્બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આ 3 દિવસમાં કોઈ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છે, કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ વેપારી વિભાગમાં 4 બેઠક માટે 4 અને મંડળીઓના વિભાગમાં 2 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે. જેથી આ 6 બેઠકો બિનહરીફ થવાની માત્ર જાહેરાત બાકી છે.

અન્ય સમાચારો પણ છે...