તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:નડિયાદમાં સંક્રમણ વધતા તંત્ર હરકતમાં, કોરોનાને નાથવા રાત્રે 9 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાન પાર્લરો કે પછી અન્ય જગ્યાએ બેસી રહેતાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ

નડિયાદમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની ચૂકી છે. કોરોના સંક્ર્મણ વધતા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. આ સંક્રમણને કાબુમાં લાવવા માટે ગત રાત્રે પોલીસે કડકાઈ દાખવી રાતે 9 વાગ્યા બાદ શહેરના તમામ વિસ્તારોમાં ફરીને બજાર બંધ કરાવ્યું હતું અને 9 વાગ્યા બાદ સ્વૈચ્છીક રીતે લોકો બજાર બંધ કરે તેવી અપીલ કરાઇ છે. જ્યાં સુધી કોરોના પર કાબુ નહીં આવે ત્યાં સુધી તંત્રને સાથ આપવા અપીલ કરવામાં આવી છે.

નડિયાદમાં કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ગત રાત્રે 9 વાગ્યા બાદ શહેરના બજાર બંધ કરાયુ હતું.
નડિયાદમાં કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ગત રાત્રે 9 વાગ્યા બાદ શહેરના બજાર બંધ કરાયુ હતું.

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના સુપર સ્પ્રેડર બન્યો છે. અને એમાં પણ નડિયાદ કોરોનાનું હોટ સ્પોટ બની ચૂક્યું છે. ઘેર ઘેર લોકો બીમારીમાં સપડાયા છે. તાવ, શરદીના કેસો વધ્યા છે. સ્થિતિને કાબુમાં લાવવા તંત્રએ હવે કડકાઈ દાખવી છે. ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવાની કામગીરી કરી છે. પણ મોડા તો મોડા તંત્રને સ્થિતિ વણસીનું ભાન તો આવ્યું.

રાત્રે 9 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરવામાં આવી
રાત્રે 9 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરવામાં આવી

ગુરુવારની રાત્રે 9 વાગ્યે ટાઉન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ ખાણીપીણી, પાન પાર્લરો અને દુકાનો બંધ કરાવી હતી. અને હમણાં થોડો સમય રાત્રે 9 વાગ્યા બાદ સ્વેચ્છાએ વેપાર ધંધા બંધ રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે સાથે મોડી રાત્રે પાન પાર્લરો પાસે બેસી રહેતા લોકોને પોલીસે તગેડ્યાં હતા. અને રાત્રે કામ વગર બીન જરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. પોલીસે કડક વલણ અપનાવતા શહેરમાં લોકડાઉનની અફવા ફેલાઈ હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રીના સમયે અવરજવર પર કોઈ પ્રતિબંધ નહીં પરંતુ જે ટોળેટોળા ચાર રસ્તાએ કે પાન પાર્લરો કે પછી અન્ય જગ્યાએ બેસી રહેતાં હતાં તે લોકોને ઘરમાં રહેવા અને કામ વગર રાત્રે બહાર ના નીકળશો તેવી અપીલ કરાઈ છે.

આજે નોંધાયેલા કેસ તરફ એક નજર
ખેડા જિલ્લામાં આજે નોંધાયેલા કોરોના કેસનો આંકડો જોઈએ તો સમગ્ર જિલ્લામાં આજે 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 12 કેસ એકલા નડિયાદમાં નોંધાયા છે. જ્યારે 6 કેસ મહેમદાવાદમાં, 4 ઠાસરા, 2 વસો અને 1-1 કપડવંજ તથા માતર એમ કુલ 26 કેસો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો