તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અલીન્દ્રા અને હાડેવામાં સામાન્ય બાબતે મારામારી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદના અલીન્દ્રા ગામે ગેંદાલપુરામાં રહેતાં પ્રવીણભાઇ અભાભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ખેતરમાં કાપેલી વાડના ઝાડી-ઝાંખરા નાખવાની ના પાડતાં બાજુના ખેતરવાળા વિજય કનુભાઇ સોલંકીએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તકરાર કરી પ્રવીણભાઇને ધારિયાનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે વિજય કનુભાઇ સોલંકીએ શેઢા પાડોશી પ્રવીણ અભાભાઇ સોલંકીએ ઝાડવા કાપવા બાબતે ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બન્નેની સામસામે ફરિયાદ નોંધી હતી.

જ્યારે માતરના હાડેવા ગામના પ્રતિકભાઇ રજનીભાઇ પટેલ (ઉવ.34)ના ખેતરમાં ઢોર છુટ્ટા મુકી ભેલાણ કરી મોલાતને નુકસાન કરવા મામલે બોલાચાલી થતાં વસ્તાણા ગામના વાલા જકશીભાઇ ભરવાડ તથા રાજુ જકસીભાઇ ભરવાડે એકસંપ કરી લાકડી વડે માર મારી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને શખસ ફરાર થઇ ગયા હતા. પોલીસે બન્ને શખસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો