તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અલીણાના CHCનું ડીંડવાણું, 15 સગર્ભાની જીંદગી જોખમમાં મુકી, એક એમ્બ્યુલન્સમાં લઇ જવાઇ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહુધા તાલુકાના અલીણા સી.એચ.સી. માંથી 8 સગર્ભા મહિલાઓને તેમના પરિવારની અન્ય મહિલાઓ સાથે એકજ એમ્બ્યુલન્સમાં બેસાડીને નડિયાદ લાવવામાં આવી હતી. - Divya Bhaskar
મહુધા તાલુકાના અલીણા સી.એચ.સી. માંથી 8 સગર્ભા મહિલાઓને તેમના પરિવારની અન્ય મહિલાઓ સાથે એકજ એમ્બ્યુલન્સમાં બેસાડીને નડિયાદ લાવવામાં આવી હતી.
 • ગાડી બગડ્યાનું બહાનું કાઢી ડોક્ટરે હાથ ઉચા કર્યા

અલીણા સરકારી દવાખાનામાં સારવાર લઇ રહેલી 8 સગર્ભાને એક જ એમ્બ્લુયન્સમાં નડિયાદ ખાતે લેપ્રોસ્કોપી માટે ધકેલી દેવામાં આવતાં આશ્ચર્યજન્મ્યું છે. ફરજ પરના ડોક્ટરની બેદરકારીના કારણે આ તમામ સગર્ભા પર કોરોના સંક્રમણનો ભય ઉભો થયો છે. આટલી મોટી ભુલ બદલ ડોક્ટરે ગાડી બગડી હોવાનું બહાનું કાઢી છટકી જવાની કોશીષ કરી હતી. મહુધા તાલુકાના અલીણા સી.એચ.સી. માંથી 8 સગર્ભા મહિલાઓને તેમના પરિવારની અન્ય મહિલાઓ સાથે એકજ એમ્બ્યુલન્સમાં બેસાડીને નડિયાદ લાવવામાં આવી હતી. સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વગર જ 15 જેટલી મહિલાઓ એક પછી એક એમ્બયુલન્સમાંથી ઉતરી હતી.

ગ્રામ્ય વિસ્તારની આ મહિલાઓને કોવિડની ગંભીરતા કે તેના નિયમોના પાલનની વધુ સૂઝ નહતી. પરંતુ તેમને સારવાર માટે નડિયાદ મોકલનાર આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ચૂક સગર્ભાઓ અને તેમના પરિવારજનો માટે જોખમી પૂરવાર થાય તેમ હતી. એક તરફ સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા સતત સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા અને માસ્ક ફરજિયાત પહેરવાની સૂચના આપવામાં આવે છે, તો બીજી તરફ સીએચસી દ્વારા જ આ બાબતે ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાનું જોવા મળી રહ્યું છે.

ગાડી બગડી હોવાથી એક સાથે મોકલવાની ફરજ પડી
8 સગર્ભા મહિલાઓને લેપ્રોસ્કોપી માટે નડિયાદના બસ સ્ટેન્ડ પાસે આવેલી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જેમની સાથે તેમના પરિજનો પણ હતા. તમામના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગાડી બગડી હોવાથી એકજ ગાડીમાં મોકલવાની ફરજ પડી હતી.- ડો. એલ.વી.આશરા, પી.એચ.સી. અલીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો