તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે દારૂને દૂષણ ગણવામાં આવે છે. પરંતુ એવી કેટલીય વ્યક્તિ છે, જેમના માટે દારૂ એ દવા બની છે. છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીના કડક અમલના પગલે લોકો દારૂની પરમીટ કઢાવી તેનું સેવન કરી રહ્યા છે. જેના માટે તંદુરસ્તીનો સહારો લેવામાં આવી રહ્યો છે. સરકારના કાયદાના દાયરામાં નશાબંધી વિભાગ દ્વારા તબીબી અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથીત દર્દીઓને હેલ્થ પરમીટ આપવામાં આવતી હોય છે. જે અરજદારોની નોંધણી નશાબંધી વિભાગ ખાતે કરાય છે. જેના પરવાનેદાર લોકો નિયત થયેલાં યુનીટ સરકાર માન્ય લીકર શોપ પરથી મેળવતાં હોય છે.
નડિયાદ ખાતે નશાબંધી અને આબકારી વિભાગ, અધિક્ષકની કચેરી મારફતે તબીબી અભિપ્રાયના આધારે પરમીટ અપાતી હોય છે. જેની નોંધણી કરાય છે. નશાબંધી ખાતા દ્વારા વર્ષ 2019 માં હેલ્થ પરમીટ – 282 નોંધાઇ હતી. જ્યારે એક્સ.આર્મી પરમીટ 608 અને એન.આર.આઇ.ની 177 પરમીટ નોંધાવા પામી હતી. જ્યારે કોરોના કાળ દરમિયાનના વર્ષ 2020 ના નવેમ્બર માસ સુધીમાં કુલ 298 હેલ્થ પરમીટ તથા 681 એક્સ.આર્મી પરમીટ અને 192 NRI પરમીટ નોંધાવા પામી છે. એટલે કે, ગત વર્ષ કરતાં 2020માં હેલ્થ પરમીટ મેળવનારાઓમાં વધારો નોંધાયો છે.
પરવાનેદારોને નિયત યુનીટ અપાય છે
પરવાનેદારને તબીબી અભિપ્રાય મુજબ નક્કી યુનીટ મેડિકલ બેઝ પર આપવામાં આવે છે. માસિક વધુમાં વધુ 5 યુનીટ અપાય છે. તેમજ નોંધાયેલાં NRI પરમીટધારકોને રોકાણ મુજબ 10 દિવસમાં 2 યુનીટ અને માસિકના રોકાણ પર વધુમાં વધુ 6 યુનીટ અપાય છે. > નિખીલ પટેલ, બુલેવર લિકર શોપ, નડિયાદ
2020માં નોંધાયેલી લિકર પરમીટ
માસ | હેલ્થ પરમીટ | X આર્મી પરમીટ | NRI પરમીટ |
જાન્યુ. | 283 | 612 | 198 |
ફેબ્રુ. | 284 | 616 | 204 |
માર્ચ | 284 | 616 | 204 |
એપ્રિલ | 284 | 623 | ---- |
મે | 284 | 623 | 88 |
જૂન | 285 | 641 | 172 |
જુલાઇ | 289 | 648 | 183 |
ઓગષ્ટ | 292 | 651 | 186 |
સપ્ટે. | 296 | 664 | 189 |
ઓક્ટો. | 297 | 675 | 191 |
નવે. | 298 | 681 | 192 |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.