તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજીવી બાબતે મારામારી:નડિયાદના આખડોલમાં વિધવા મહિલાએ દિયરને ધાબા પર જવાની ના પાડતાં દિયરે લોખંડની પાઈપ ફટકારી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના બે સંતાનોએ પણ પોતાની માતાને મારમારી
  • મહિલાએ પોતાના બે પુત્ર અને દિયર સામે ફરિયાદ નોંધાવી

નડિયાદના આખડોલમાં નજીવી બાબતની તકરારમાં વિધવા મહિલાને મારમારવામાં આવ્યો છે. મહિલાએ દિયરને ધાબા પર જવાની ના પાડતાં દિયરે મહિલા પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. તેમજ મહિલાના બે સંતાનોએ પણ પોતાના કાકાનો પક્ષ લઈ પોતાની માતાને બેરહેમ પૂર્વક મારમારી છે. આ અંગે મહિલાએ પોતાના દિયર સહિત બે પુત્રો સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાને દિયરે અપશબ્દો બોલ્યા હતા
નડિયાદ તાલુકાના આખડોલ ગામના રણછોડ પુરા વિસ્તારમાં રહેતી 42 વર્ષિય વિધવા મહિલા ગત 30મી ઓગષ્ટના રોજ પોતાના ઘરે હતા. આ દરમિયાન પડોશમાં રહેતા તેમના દિયર શનાભાઈ પરમાર મહિલાના ઘરે આવ્યાં હતા અને જણાવ્યું હતું કે મારે તમારા મકાનના છત પર જવું છે. જેથી મહિલાએ ના પાડતાં મામલો બિચક્યો હતો. આક્રોશમાં આવેલા શનાભાઈએ મહિલાને અપશબ્દો બોલ્યા હતા. તેમજ વાત આટલે થી નહી અટકતાં શનાભાઈએ બાજુમાં પડેલા લોખંડની પાઈપ લઈ આવી મહિલાને ફટકારી હતી.

બનાવને પગલે અડોશપડોશના લોકો દોડી આવ્યાં
આ બાદ મહિલાના બે સંતાનો પણ દોડી આવી પોતાના કાકાનું ઉપરાણું લઈ પોતાની માતાને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવના પગલે અડોશપડોશના લોકો દોડી આવ્યાં હતા અને વધુ ઝઘડો થતો અટકાવ્યો હતો. જોકે, મહિલાએ ઉપરોક્ત બનાવમાં પોતાના દિયર અને બે પુત્ર વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...