તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • On The Ahmedabad Indore Highway, Thasra Police Seized A Quantity Of Foreign Liquor, Including Two Cars Worth Rs. 6.24 Lakh Seized

દારૂની હેરાફેરી:અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી ઠાસરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બે કાર સહિત રૂ. 6.24 લાખનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુનાગઢના ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી
  • બન્ને કારમાં ચોર ખાનામાં દારૂ છુપાવી લઈ જવાતો હતો

ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરી વ્યાપક પ્રમાણમાં વધી છે. રાજ્ય બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે જથ્થો રાજ્યના નાના મોટા વિસ્તારોમાં વાહન મારફતે લઈ જવાતો હોય છે. પોલીસે પણ ગણ્યાં ગાઠ્યાં પ્રોહીબીશનના કેસો બતાવતાં આવા બુટલેગરોને છુટ્ટો દોર મળી ગયો છે. ઠાસરા પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી બે કારમાં ચોરી છુપેથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. આ બનાવમાં કુલ રૂપિયા 1 લાખ 10 હજાર 160ના દારૂ સહિત બે કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 6 લાખ 24 હજાર 210ના મુદ્દામાલ સાથે જુનાગઢના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગતરાત્રે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખડગોધરા ગામ પાસે ઠાસરા પોલીસના માણસો વાહન ચેકીંગમાં ઉભા હતા. આ દરમિયાન બાલાસિનોર તરફથી આવતી બે શંકાસ્પદ કારને પોલીસે અટકાવી હતી. આગળની કારમાં બે વ્યક્તિઓ તથા તેની પાછળ આવતી કારમાં એક વ્યક્તિ હતો. જે ત્રણેયને કારમાંથી બહાર ઉતારી પુછપરછ આદરતાં ત્રણેય પોતાનું નામ ઈમરાન અમીરમીંયા સૈયદ, આસિબ ઈકબાલ મછીયારા અને મહંમદ જુમ્મા ચૌહાણ (ત્રણેય રહે. ડુંગરપુર, તા.જિ.જુનાગઢ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને કારમાં દારૂનો જથ્થો છુપાયો હોવાની શંકા જતાં બન્ને કારની તલાસી લીધી હતી.

પહેલી નજરે તો પોલીસને કઈ ન મળ્યું પરંતુ કારના નીચે તરફ એક ચોર ખાનું પોલીસને ધ્યાને ચઢ્યું હતું. જેને સ્ક્રુ વડે ફીટ કરેલું હતું. પોલીસે આ સ્ક્રુના નટ બોલ્ટ ઉતારી તપાસ કરતાં બંને કારમાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 750 મીલીની 192 બોટલો તથા અન્ય કારમાંથી 180 મીલીની ક્વોટર તથા બોટલો 264 નંગ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પંચોને બોલાવી પોલીસે ગણતરી કરતા બન્ને કારમાંથી કુલ રૂપિયા 1 લાખ 10 હજાર 160ના દારૂ સહિત બે કાર, ત્રણ મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા 3 હજાર 550 મળી કુલ રૂપિયા 6 લાખ 24 હજાર 210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ત્રણેય ઈસમો સામે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે, આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...