તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:કપડવંજના અંતિસરમાં દૂધના ફેટ બાબતે મનદુઃખ રાખી દૂધ મંડળીના કર્મચારીને માર મરાતા પોલીસ ફરિયાદ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધનું ફેટ ઓછું કેમ આપો છો? તેમ કહી મારામારી કરી

કપડવંજના અંતિસર ગામે દૂધ મંડળીમાં દૂધના ફેટ બાબતે એક ઈસમે ટેસ્ટર સાથે મારામારી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફેટ ઓછું કેમ આપો છો તેમ કહી મારામારી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

કપડવંજ તાલુકાના અંતિસર ગામે રહેતા હરેશભાઇ અરવિંદભાઈ પટેલ ગામની દૂધ મંડળીમાં ટેસ્ટર તરીકે કામગીરી કરે છે. ગતરોજ સવારે તેઓ દૂધ મંડળીમાં ટેસ્ટરની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ગામમાં રહેતા હરેશ વિનુભાઈ પટેલે તેમની સાથે ઝઘડો કર્યો હતો. દૂધના ફેટ કેમ ઓછું આપો છો તેમ કહી દૂધ મંડળીના કર્મચારી સાથે મારમારી કરી હતી. દૂધ મંડળીના સેક્રેટરી અને દૂધ ભરનાર લોકોએ આ ઝઘડામાં વચ્ચે પડી બન્નેને છોડાવ્યા હતા. આ સમયે ફેટના મશીનને પણ નુકસાન થયું હતું.

આ અંગે હરેશભાઇ અરવિંદભાઈ પટેલે મારમારના હરેશ વિનુભાઈ પટેલ વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાથે દૂધ મંડળીના મશીનનું અંદાજીત 45 હજાર જેટલું નુકશાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આઈપીસી 427,323, 505, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...