તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નમાં પડ્યો ભંગ:ખેડા જિલ્લામાં કોરોનાના જાહેરનામાનો ભંગ કરી લગ્ન પ્રસંગનું આયોજન કરનાર 13 વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • 13 સ્થળોએ પોલીસ ત્રાટકી પ્રસંગોનું આયોજન કરનાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો

ખેડા જિલ્લામાં કોરોનાનો કાળો કહેર વચ્ચે લગ્ન સિઝન પણ પુર બહારમાં ચાલી રહી છે. કોરોનાના જાહેરનામાનો ભંગ કરી લગ્નનું આયોજન કરનાર 13 વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દેવાઈ છે. વિવિધ પોલીસ મથકોએ આ મામલે ગુનો નોંધ્યો છે.

કઠલાલ તાલુકાના જમીન ગામે લગ્નની નોંધણી કરાયા વગર પ્રસંગ કરતા ગુનો નોંધાયો

સમગ્ર જિલ્લામાં આજે 13 વ્યક્તિઓ લગ્નનું આયોજન કરતાં પોલીસના હાથે પકડાઈ ગયા છે. જેમાં કપડવંજના આંત્રોલીમાં રમતુ પરમાર સામે આતરસુંબા પોલીસે, કઠલાલ તાલુકાના જમીન ગામે લગ્નની નોંધણી કરાયા વગર લગ્ન કરાવતા દિનેશ પરમાર સામે કઠલાલ પોલીસે, ખેડા તાલુકાના સાંખેજ ગામે લગ્નનું આયોજન કરનાર અરવિંદ ભોઈ સામે ખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે સાથે મહેમદાવાદના રાસ્કામાં છોટા ભોઈ સામે મહેમદાવાદ પોલીસે મહુધાના હેરંજમાં ખેતરની અંદર લગ્નનું આયોજન કરનાર રાજેશ ઝાલા સામે મહુધા પોલીસે, માતરના કોશીયલ ગામે રમેશ ઝાલા સામે માતર પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદ ગ્રામ્યમાં ત્રણ અને ટાઉનમાં લગ્ન પ્રસંગોનું આયોજન કરનાર સામે ગુનો નોંધાયો

ઉપરાંત નડિયાદ ગ્રામ્યમાં ત્રણ અને ટાઉનમાં લગ્ન પ્રસંગોનું આયોજન કરનાર સામે ગુનો નોંધાયો છે. જેમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે કંજોડા ગામે રહેતા અમીત પરમાર સામે, નાની સીલોડ ગામે રહેતા જગદીશ ભોઈ સામે અને મરીડા ગામે રહેતા વિનુ ચૌહાણ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. જ્યારે નડિયાદ શહેરમાં કનીપુરા વિસ્તારમાં રહેતા શંભુ ઠાકોરે નાઈટ કર્ફ્યૂમાં લગ્ન યોજ્યા હતા. જેથી પોલીસે કાર્યવાહી કરી છે. તો ઠાસરાના ચેતરસુંબા લગ્નનું આયોજન કરનાર અજય સોલંકી અને વસોના ટુંડેલમાં લગ્નનું આયોજન કરનાર રમેશ ગોહિલ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો