તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરના મેદરા ગામે રહેતા યુવકનું અપહરણ કરાયા બાદ હત્યા કરાઈ દીધી હતી. અમદાવાદના કૃષ્ણનગરના યુવકનું અપહરણ કરાયા બાદ તેની હત્યા કરી લાશને ઠાસરા પાસેની કેનાલમાં નાખી દેવાઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ તપાસમાં હત્યા કરનાર આોરપીએ પોતાનો ગુનો કબુલ કરી લીધો બતા. આ ગુનાની કબુલાત કરતા કૃષ્ણનગર પોલીસનો કાફલો ઠાસરા આવી પહોંચ્યો હતો. ત્યારપછી હત્યા કરાયેલા યુવકના મૃતદેહને શોધખોળ કરી કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
આરોપીએ હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંક્યો
ગાંધીનગરના મેદરા ગામ ખાતે રહેતા દિપક પરમારના 21 વર્ષીય પુત્ર જીગ્નેશનું 11મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી અપહરણ થયું હતું. આ યુવક બાઈક ઉપર તેની પ્રેમિકાને બેસાડીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન પ્રેમિકાના પરિવારજનોએ જીગ્નેશનું અપહરણ કરી દીધું હતું. તેના પરિવારજનોએ જીગ્નેશને ગાડીમાં બળજબરીથી બેસાડી તેનું ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. આ વાતની કબૂલાત પોલીસ દ્વારા પકડાયેલા આરોપીએ કરી હતી અને તેને જણાવ્યું હતું કે, તેને હત્યા કરાયેલી લાશને ઠાસરા પાસેની કેનાલમાં નાખી દીધી હતી.
તપાસ અર્થે પોલીસ ઘટનાસ્થળે પહોંચી
આરોપી દ્વારા ગુનાની કબૂલાત થતા કૃષ્ણનગર પોલીસનો કાફલો સોમવારના રોજ ઠાસરાના લાલપુર પાસે આવી પહોંચ્યો હતો. ત્યારપછી પોલીસે નડિયાદ ફાયર બ્રિગેડની મદદ મેળવી અહીંયાથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. તેમના દ્વારા ભારે શોધખોળ કરવામાં આવ્યા બાદ જીગ્નેશના મૃતદેહને શોધી કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.