તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:નડિયાદના કમળા ચોકડી પાસે મેન્સવેર કપડાની દુકાનમાંથી 3.95 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીના અંધારામાં તસ્કરોએ દુકાનને નિશાન બનાવી
 • ગઇકાલે દુકાન માલિકે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોની સાથે સાથે ક્રાઈમ રેસ્યો વધ્યો છે. નડિયાદના કમળા ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં આવેલ મેન્સવેર કપડાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. દુકાનમાં જુદી જુદી બ્રાન્ડના રેડીમેડ શર્ટ, ટી-શર્ટ, જીન્સ-ફોરમલ પેન્ટની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. દુકાન માલિકે આ અંગે કુલ રૂપિયા ત્રણ લાખ 95 હજાર 350ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ ગઇકાલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી છે.

કોમ્પલેક્ષની તસવીર
કોમ્પલેક્ષની તસવીર

નડિયાદ તાલુકાના કમળા ચોકડી પાસે સ્વસ્તિક લેન્ડ માર્ક કોમ્પલેક્ષ આવેલ છે. આ કોમ્પલેક્ષના દુકાન નં.17માં ગત 21મીની રાત્રે ચોરી થઈ હતી. રાત્રિના અંધરામાં અજાણ્યા તસ્કરોએ આ દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં ઘોડાઓ પર મુકેલી અલગ અલગ બ્રાન્ડના રેડીમેડ શર્ટ, ટી-શર્ટ, જીન્સ-ફોરમલ પેન્ટની ચોરી કરી આ તસ્કરો ફરાર થઈ ગયા હતા. સાથે સાથે બીલબુકોની પણ ચોરી કરી હતી.

બીજા દિવસે દુકાનના માલિક પોતાની દુકાને આવતા શટરના તાડા તૂટેલી હાલતમાં જોઈ ચોકી ઉઠ્યાં હતા. આ બાદ અંદર આવી તપાસ કરતાં કાચના ઘોડા પર મુકેલી રેડીમેડ શર્ટ-ટીશર્ટ, પેન્ટ વિગેરે જમીન પર પડેલા હતા. તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીના જીન્સ, ટી-શર્ટ, પેન્ટ વિગેરે ચોરી થયાનું દુકાન માલિકને માલુમ પડયું હતું. આથી દુકાન માલિક પ્રતિક પટેલે આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે કુલ રૂપિયા ત્રણ લાખ 95 હજાર 350ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ ગઇકાલે નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો