તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારોની લાઇનો:કોરોના પછી કચેરીઓ ખુલતા સરકારી કામો માટે લોકો ઉમટ્યા

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રહી

કોરોના કાળમાં સંક્રમણ ન ફેલાય તે માટે જનસેવા કેન્દ્રમાં મોટાભાગની કામગીરી બંધ કરી દેવાઇ હતી. જે બાદ સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપતા હવે સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે ફરી શરૂ થઇ છે. ત્યારે અટવાઈ રહેલા સરકારી કામો પુરા કરવા માટે જનસેવા કેન્દ્રોમાં લાઇનો લાગી છે. નડિયાદ સ્થિતિ જિલ્લા સેવા સદનમાં આવેલ જન સેવા કેન્દ્રમાં લોકો સરકારી કામ માટે ઉમટ્યા હતા.

કોરોના કાળમાં પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રહી
આધાર એ દરેક નાગરીકનો આધીકાર છે. કોરોના કાળ દરમ્યાન પણ નડિયાદના 3 જુદા જુદા સેન્ટરો પર આધાર કાર્ડ માટે કામગીરી ચાલુ હતી. હાલમાં તમામ સરકારી કચેરીઓ શરૂ થતા આધાર કાર્ડ કેન્દ્ર પર સામાન્ય લોકોની અવર જવર હતી. હરરોજ ના 10 જેટલા લોકો નવા આધારકાર્ડ માટે આવતા હોવાનું સ્થાનિક ઓપરેટરે જણાવ્યું હતું.

જિલ્લામાં માત્ર 3 સેન્ટરો પર મા- કાર્ડની કામગીરી અને એ પણ બંધ
રાજ્યમાં ગરીબ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે તે માટે સરકારે ‘મા’ કાર્ડની યોજના અમલમાં મુકી છે. પરંતુ ખેડા જિલ્લાના 3 સેન્ટરો પર નવા કાર્ડ કાઠવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ઠપ્પ હોવાનું જાણવા મળ્યું છે. સિસ્ટમમાં ટેકનિકલ ખામી ને કારણે સિસ્ટમ બંધ હોઇ નડિયાદ, ખેડા અને કઠલાલમાં નવા ‘મા’ કાર્ડ નિકળી રહ્યા નથી. હાલની સ્થિતિમાં કોઇને ‘મા’ કાર્ડ કઠાવવું હોય તો પણ અરજીઓ લેવાઇ રહી નથી તેમ સેન્ટર પરના કર્મચારીએ જણાવ્યું હતું.

આવકના દાખલા માટે રોજની 100 અરજીઓ
શાળાઓ અને કોલેજો શરૂ થઇ હોઇ, એડમિશન માટે આવકના દાખલા જરૂરી હોય છે. જેથી જનસેવા કેન્દ્ર ખાતે આવકન દાખલના કઢાવવા રોજની અંદાજીત 100 જેટલી અરજીઓ આવી રહી છે. દાખલો લેવા માટે આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો પુરાવો, એફિડેવીટ સહીતના ડોક્ટુમેન્ટ લઇ અરજદારો આવી રહ્યા છે. જ્યા સુધી શાળા કોલેજોમાં એડમિશનની કાર્યવાહી પુર્ણ નહી થાય ત્યા સુધી આ લાઇનો અહી જોવા મળશે.

રાશન કાર્ડના કામ માટે અરજદારોની લાઇનો
મહત્વની વાત છેકે કોરોના કાળના બે મહિના જનસેવા કેન્દ્ર બંધ હોઇ લોકોના કામ અટકી ગયા હતા. હવે કચેરી શરૂ થતા જ રૅશન કાર્ડની કામગીરી માટે લોકો ઉમટ્યા હતા. કાર્ડમાં નામ કમી, નામ સુધારવા જેવા કામો માટે બે દિવસથી હરરોજ 80 થી વધુ લોકોની અરજીઓ આવી રહી છે. 2 માસથી આ કામગીરી બંધ હતી, પરંતુ હવે તમામ અરજીઓની ઓનલાઇન એન્ટ્રી શરૂ થઇ છે. સરકારી કચેરીઓ શરૂ થતાની સાથે જ અરજદારો કામ કરાવવા માટે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...