ઓફલાઇન એક્ઝામ:દોઢ વર્ષ બાદ સોમવારથી ધો. 9થી 12માં પ્રથમ પરીક્ષા શરૂ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે 82 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : કોરોનાકાળ બાદ પ્રથમ વાર ઓફલાઇન એક્ઝામ

કોરોના મહામારીના પગલે દોઢ વર્ષ શિક્ષણકાર્ય બંધ રહ્યા બાદ હવે તે પુન: શરુ થઇ ગયું છે. તેની સાથે સાથે પરીક્ષાઓનું આયોજન પણ ગોઠવાઇ રહ્યું છે. કોરોનાની બીજી લહેરના પગલે સપ્ટેમ્બરમાં લેવાનારી પરીક્ષા બંધ રખાઇ હતી. તેમાં ફેરફાર કરીને ધો-09થી 12ની પ્રથમ પરીક્ષા આગામી 18મી ઓકટોબરે સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોનાનો ભય રાખ્યા વિના પરીક્ષા લેવાશે. પરીક્ષાનો સમય સવારના 11-00 થી બપોરના 1-00 વાગ્યા સુધીનો રહેશે. જેમાં ખેડા જિલ્લામાંથી 82 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લા પરીક્ષા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ તા. 18 થી 27મી ઓક્ટોબર સુધી પરીક્ષા લેવામાં આવશે. બૉર્ડે અંતિમ સમયે આપેલા પરીપત્રનો ખેડા જિલ્લામાં અમલ કરાયો છે. બૉર્ડ દ્વારા જે-તે શાળાઓ સ્વૈચ્છિક રીતે પેપર લઈ શકશે, તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ખેડા જિલ્લામાં શાળાઓ પોતે જ પેપરો છપાવીને વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેશે, તેમ શિક્ષણ વિભાગમાંથી જાણવા મળ્યુ છે. ખેડા જિલ્લામાં મોટા ભાગની શાળાઓ સવારે 9 વાગે પેપરો લેશે. તેમજ પેપરોનું ટાઈમ ટેબલ પણ શાળાઓ સ્વૈચ્છિક નક્કી કરશે.

371 સ્કૂલોમાં 82,987 છાત્રો પરીક્ષા આપશે
ખેડા જિલ્લામાં સોમવારથી શરૂ થનારી ઓફલાઈન ધોરણ 9થી 12ની પરીક્ષા કુલ 371 સ્કૂલોમાં યોજાશે. આ પૈકી 258 સ્કૂલો ગ્રાન્ટેડ છે, 89 નોન ગ્રાન્ટેડ અને 24 જેટલી સરકારી સ્કૂલો છે. જેમાં કુલ 82,987 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...