કોરોનાની મહામારીના પગલે બાળકોને ચેપ ના લાગે તે માટે આંગણવાડીઓ છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ મંદ પડતા સરકારે તા 17મી ફેબ્રઆરીને ગુરૂવારના રોજ પ્રિ-સ્કૂલ, બાલ મંદિર, આંગણવાડી બાળકો માટે શરૂ કરવા શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો છે.
ત્યારે ખેડા જિલ્લામાં આવેલી 1979 થી વધુ આંગણવાડી શરૂ કરવા માટે પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે બાળકોને મધ્યાહન ભોજન માટે કોઈ પરિપત્ર માં કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખેડા જિલ્લાની આંગણવાડીમાં પુરતો જથ્થો ન હોઇ સંચાલક બહેનો પ્રથમ દિવસે બાળકો નાસ્તામાં શું આપવું તેની મૂંઝવણ અનુભવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષ બાદ નાના બાળકો માટેની આંગણવાડી, પ્રિ સ્કૂલ, સિનિયર કેજી, જુનીયર કેજી શરૂ કરવાનો પરિપત્ર જાહેર કરતા હવે ગુરુવારથી ખેડા જિલ્લાની ખાનગી શાળાના બાલમંદિર, કેજી, ઉપરાંત સરકારી આંગણવાડી ઓ શરૂ થઈ જસે. નાના બાળકોને ક્લાસમાં આવકારવા માટે શાળા પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
ઘણીખરી ખાનગી શાળાઓમાં તો ક્લાસ રૂમમાં સફાઈ સાથે સેનિટાઈઝેશન પણ કરવામાં આવ્યું હતું. 2 વર્ષના લાંબા સમય બાદ આવતીકાલથી બાળકો આંગણવાડીઓમાં પ્રવેશ કરશે. જેથી બાળકનો ના કિલ્લોલથી આંગણવાડી ગુંજી ઉઠશે. બાળકોને ચેપ ન લાગે તે માટે કોરોનાની ગાઇડલાઇન નું સંપૂર્ણ પાલન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
બાળકો વાલીથી દૂર રહેતા શીખશે
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે બાળકો ઘરમાં જ પુરાઈ રહ્યા છે. નાના બાળકો હોવાથી તેઓને એકલા ઘર બહાર મોકલી સકાય નહી. પરિણામે ઘરમાં મોબાઈલ અથવા તો માતા સાથે રહેતા થઈ ગયા હતા. જોકે હવે કેજી, અને બાળ મંદિર શરૂ થતા તેમને સ્કુલનું વાતાવરણ મળશે.- નિતાબેન પરમાર, વાલી
બાળકો માટે તમામ તૈયારીઓ પૂર્ણ
કેજી, બાળ મંદિર શરૂ થતા હોઈ બાળકોને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. બાળકો માટે ખાસ સેનિટાઇઝર, માસ્ક અને હેન્ડ વોસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બાળકો સોશિયલ ડિસ્ટન્સમાં બેસે તે માટે પણ પુરતુ ધ્યાન રાખવામાં આવશે.
આંગણવાડીમાં 32268 વિદ્યાર્થીઓ | ||
તાલુકો | વિધાર્થી | વિધાર્થીનીઓ |
ગળતેશ્વર | 1135 | 1143 |
કપડવેજ | 3339 | 3116 |
કઠલાલ | 1952 | 1802 |
ખેડા | 962 | 859 |
મહેમદાવાદ | 1900 | 1808 |
મહુધા | 854 | 754 |
માતર | 987 | 894 |
નડિયાદ | 2151 | 2056 |
ઠાસરા | 3129 | 3001 |
વસો | 227 | 199 |
કુલ | 16636 | 15632 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.