ગ્રામપંચાયતની ચૂંટણીની અસર:ખેડા જિલ્લામાં 10 તાલુકા મથકો પર ચૂંટણીની અસર વર્તાઈ, બજારમાં લોકોની ચહલ પહલ ઘટી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ ધંધા રોજગાર તો ખોલ્યા પણ બજારમાં ગ્રાહક ન દેખાયા
  • બજારોમાં વહેલી સવારથી જ શુષ્કતા જોવા મળી રહી

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે તમામ તાલુકા મથકો પરની બજારમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. બજારોમાં શુષ્કતા જોવા મળતાં વેપાર ધંધા મંદ જોવા મળી રહ્યા છે.

એક બાજુ ઠંડીનો ચમકારો છે તો બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે સમગ્ર જિલ્લામાં 417 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના વડા મથક નડિયાદ સહિત તાલુકા મથક કપડવંજ, માતર, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કઠલાલ, મહુધા, ખેડા અને વસોના બજારોમાં વહેલી સવારથી જ શુષ્કતા જોવા મળી રહી છે.

વેપાર ધંધા રોજગાર તો નગરજનોએ રાબેતા મુજબ ખોલ્યા પણ બજારમાં મંદી જોવા મળી હતી. આ તમામ તાલુકા મથકોએ મોટે ભાગે આસપાસના ગામડાઓના લોકો ખરીદી કરવા વધુ આવતાં હોવાથી નગરજનો તેના પર નભતા હોય છે. પરંતુ આજે રવિવારની સાથે સાથે ગામડાઓમાં ચૂંટણીનો માહોલ હોવાને કારણે તાલુકાના બજારોમાં ચહલ પહલ ઓછી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...