આકસ્મિક મૃત્યુ:નડિયાદ શહેરમાં તંબોળપોળનો કિશોર ગણેશ પંડાલમાં આકસ્મિક મોતને ભેટ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમર્થ કંસારા ખેંચ અને ચક્કર આવતા પટકાયો, વીજ કરંટથી મોત થયાની પણ ચર્ચા

નડિયાદ શહેરના કંસારા બજારમાં આવેલ કાળકા પોળમાં ગત રાત્રે 14 વર્ષીય કિશોરના આકસ્મિક અવસાન થી શોક ફેલાયો છે. તંબોળ પોળનો રહેવાસી સમર્થ જયભાઇ કંસારા ઉ. 14 વર્ષ, પોતાના મિત્રો સાથે કાળકા પોળમાં ગણપતિ સ્થાપન કર્યું હોવાથી નિત્યક્રમ મુજબ ગણેશોત્સવમાં ભાગ લેવા ગયો હતો. જે દરમિયાન તમામ વિધિ પૂર્ણ થયા બાદ અચાનક સમર્થને ચક્કર અને ખેંચ આવતા તે ત્યાં જ પડી ગયો હતો.

અચાનક કિશોર પડી જતા તેની સાથેના અન્ય મિત્રો પણ ડરી ગયા હતા, અને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક સ્થિતિ જોતા લોકો એ સમર્થ ને શોટ લાગ્યો હોઈ તેનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવ્યું હતું. અને તત્કાલ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે સમર્થ ના કાકા નિકેશભાઇ કંસારાએ જણાવ્યું હતું કે ડોક્ટરી તપાસ માં કિશોરને ક્યાય સોટ લાગ્યો હોવાના નિશાન જોવા મળ્યા નથી. તેને ખેચ અને ચક્કર આવ્યા હોવાથી જ તે પડી ગયો હતો, અને તે દરમિયાન તેનું આકસ્મિક મૃત્યુ થયું છે.

મહત્વની વાત છેકે શહેરમાં લેબોરેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા જયભાઇ કંસારાને સંતાનમાં એક દિકરો અને દિકરી છે. ગત રાત્રે દીકરાનું આ પ્રકારે આકસ્મિક અવસાન થતા કંસારા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...