તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણવાયુ:ઓક્સિજનની અછતને પહોંચી વળવા ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કચ્છથી ઓક્સિજનના 200 સિલિન્ડર મંગાવાયા

નડિયાદ11 દિવસ પહેલા
 • 24 લાખ 78 હજારના ખર્ચે ભુજ-અંજારથી 200 ઓક્સિજનના સિલિન્ડર ખરીદવામાં આવ્યા
 • આ સિલિન્ડર ખેડા માતર રોડ પરના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યા

હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતાં પ્રાણવાયુ માટે તેમના પરિવારને ફાંફા મારવા પડી રહ્યા છે. તેવા સમયમાં ખેડા જિલ્લામાં ઓક્સિજનની ભારે માંગ છે. અને તેની સામે ઓક્સિજન સપ્લાયમાં ભારે તકલીફ પડી રહી છે. આવી સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રની પણ પરીક્ષા લેવાઈ રહી છે. જ્યારે જિલ્લામાં અછતને પહોંચી વળવા ભુજ અંજારથી નવા ઓક્સિજનના 200 બોટલ મંગાવવામાં આવ્યાં છે.

ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ અંજારથી નવા ઓક્સિજનના 200 બોટલ મંગાવવામાં આવ્યા હતા. જેને ખેડા માતર રોડ પરના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યા છે. ઓક્સિજનની 200 બોટલો 24 લાખ 78 હજારના ખર્ચે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખરીદવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા ખેડા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાહુલ પટેલના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લા કલેકટરના અદયક્ષસ્થાને ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ 200 નવી ઓક્સિજનની બોટલો આવી છે અને તેને માતર રોડ પરના ગોડાઉનમાં ઉતારવામાં આવી છે.

ગત રાતથી 200 ઓક્સિજનની બોટલો ભરાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે અને ખેડા જિલ્લાની સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જ્યાં જયાં ઓક્સિજનના બેડ છે તે તમામ જગ્યાએ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. અને આ માટે વહીવટી તંત્ર દ્વારા બે વાહનો પણ ભાડે રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો