તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:ખેડામાં મેઘમહેરથી ડાંગરના પાકને હાલ પૂરતું નવજીવન

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદ આવતા જ હવે ડાંગરના પાકનું સારુ ઉત્પાદન મળશે તેવી અપેક્ષા બંધાઈ છે. - Divya Bhaskar
વરસાદ આવતા જ હવે ડાંગરના પાકનું સારુ ઉત્પાદન મળશે તેવી અપેક્ષા બંધાઈ છે.
  • ઑગસ્ટ માસના ખેતીના આંકડા મુજબ ડાંગરનું 1,05,292 હેક્ટરમાં વાવેતર થયું છે

લગભગ એક માસના વિરામ બાદ મેઘરાજાએ પુન: પધરામણી કરી છે. છેલ્લા એકાદ માસથી વરસાદ નહીવત પ્રમાણમાં હોવાથી ખેતીને નુકશાન થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી હતી. 1લી સપ્ટેમ્બરથી મેઘ મહેર થઈ છે. પરીણામે હવે ખેડાના તાતની ડાંગરના પાકનું સારુ ઉત્પાદન મળે તેવી અપેક્ષા બંધાઈ છે. ડાંગરના પાકને પુષ્કળ પાણીની જરૂર હોય છે. ત્યારે તેવા સમયે મેઘરાજાની મહેરબાની થતા હવે પાણીનો મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે. જેના કારણે હવે ડાંગરને પુરતુ પોષણ મળી રહેતા ઉત્પાદન સારુ મળે તેવી શક્યતાઓ દેખાતા ખેડૂતોમાં હર્ષની લાગણી વર્તાઈ રહી છે.

આ ઉપરાંતના પાકોને પણ વરસાદી પાણીનું પોષણ મળતા ખરીફ પાકોનું ગુણવત્તાસભર ઉત્પાદન મળશે તેમ કૃષિ તજજ્ઞોએ જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં ઑગસ્ટ માસના ખેતીના આંકડા મુજબ ડાંગરનું 1,05,292 હેક્ટરમાં વાવેતર થયુ છે. જ્યારે 6885 હેક્ટરમાં બાજરી, 8525 હેક્ટરમાં મગફળી અને 13,560 હેક્ટરમાં કપાસનું વાવેતર થયુ છે. ત્યારે આ તમામ પાકોને સારી ઉપજ મળે તેમ કૃષિ તજજ્ઞોનું માનવુ છે.

હવે ડાંગરના પાકને કોઈ નુકશાન નહીં થાય
ખરીફ પાકોમાં મહત્વના ગણાતા ડાંગરના પાકને પાણીની ખૂબ જરૂરીયાત હોય છે. વરસાદ ન પડતા પાણીનો પ્રશ્ન સર્જાય અને તેની ડાંગરના પાક પર અસર પડે તેવી શક્યતાઓ હતી. પરંતુ વરસાદનું આગમન થતા હવે ડાંગરના પાક માટે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે એ હવે કોઈ નુકશાન થાય તેમ જણાતુ નથી > એ. આર. સોનારા, ખેતીવાડી અધિકારી

શાકભાજી સિવાયના પાકોને કોઈ અસર નહીં
આ વર્ષે ખૂબ જ પાછોતર વરસાદ થયો છે. ડાંગર, મગફળી કે કપાસ સહિતના પાકોને લગભગ કોઈ નુકશાન નથી. પરંતુ શાકભાજીનું વાવેતર હશે, તો તેની પર અસર થશે. પાછોતર વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓ છે. જેના કારણે ભાવોમાં પણ વધારો થઈ શકે. > દિલીપસિંહ સોઢા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...