તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીમાન્ડ:ટેક્સ ચોરી કૌભાંડમાં સાત મહિના પછી પોલીસના સકંજામાં આવેલા ત્રણેય આરોપીઓના રીમાન્ડ મેળવ્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ - Divya Bhaskar
આરોપીઓ
  • પકડાયેલા ત્રણેય આરોપીઓને નડિયાદની કોર્ટમાં રજૂ કરી પોલિસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા

નડિયાદ નગરપાલિકાના ચકચારી ટેક્સ ચોરી કૌભાંડમાં સાત મહિના પછી પોલીસના સકંજામાં આવેલા ત્રણેય આરોપીઓના રીમાન્ડ પોલીસે મેળવ્યા છે. સોમવારે કોર્ટમાં રજૂ કરી આ ત્રણેય આરોપીઓના રીમાન્ડ મેળવવામાં આવતાં પાલિકામાં ખળભળાટ મચી ગયો છે.

નડિયાદ નગરપાલિકામાં નવેમ્બર 2020માં મોટુ ટેક્સ ચોરી કૌભાંડ બહાર આવ્યું હતું. કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઈ હોવાની આશંકા તે સમયે વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2017-2018, 2018-2019, 2019-2020 દરમિયાન નાગરિકોના ટેક્સ ચોરી કરયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી તપાસ આદરતાં આશરે 25 લાખની ટેક્સ ચોરી આચરી હોવાનું ખુલ્યું હતું. કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી ટેક્સની રીસીપ્ટ સાથે ચેડા કરી ત્રણ વ્યક્તિઓએ આ કૌભાંડ આચર્યું હોવાનું પર્દાફાશ ગત નવેમ્બર માસમાં થયો હતો. તેથી ટેક્સ ચોરી કૌભાંડમાં સામેલ કાસમ મોલવી, અનિલ ઠાકોર અને સુનીતા મિસ્ત્રી (તમામ રહે. નડિયાદ) સામે ગત તા. 26-11-2020ના રોજ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી હતી. પોલીસે જે તે સમયે ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટની ફરિયાદના આધારે ત્રણેય વ્યક્તિઓ સામે આઈપીસી 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી.

આ ગુનામાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય આરોપીઓની રવિવારે પોલીસે ધરપકડ કરતાં વાતાવરણ પુનઃ ગરમાયું હતું. આ બાદ બીજા દિવસે એટલે કે સોમવારે આ કૌભાંડ ધરપકડ કરાયેલ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને નડિયાદની કોર્ટમાં રજૂ કરી પોલિસે રીમાન્ડ મેળવવતાં કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે પહેલી જુલાઈ બપોરે 12 સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. આ રીમાન્ડ દરમિયાન ઉપરોક્ત 25 લાખની ટેક્સ ચોરી કૌભાંડમાં પણ વધુ રકમનો ઉમેરો થાય છે અને પાલિકામાં આ કૌભાંડમાં બીજા મોટા માથાઓ બહાર આવશે કે નહીં તે જોવું રહ્યું.

અત્રેઉલ્લેખનીય છે કે આ કૌભાંડ બહાર આવતા મોટા માથાઓનો પરસેવો નીકળી ગયો હતો. જે બાદ ગમે તેમ આ કૌભાંડમાં મોટા માથાઓના ચહેરા ઢાંકપિછોડો કરી નાના કર્મચારીઓને મ્હોરા બનાવી દેવાયા છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...