તપાસ:17 દિવસ બાદ નડિયાદના લવ જેહાદ કેસનો આરોપી હાજર

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વાર જામીન નામંજૂર થતાં આખરે આરોપી પોલીસ શરણે

નડિયાદની યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવનાર અને લવ જેહાદનો ભોગ બનાવનાર મુખ્ય આરોપી યાસર પઠાણ પોલીસ ફરિયાદ નોંધાયાના 17 દિવસ બાદ પોલીસ ગીરફ્તમાં આવી ગયો છે. સમગ્ર ગુનામાં સંડોવાયેલ પઠાણ પરિવારના સભ્યો તેમજ યાસરના મિત્રને પણ પોલીસે ઝડપી જેલ ભેગા કરીદીધા હતા. જે બાદ પઠાણ પરીવાર દ્વારા જામીન મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ પરીવારને જામીન મળતા ન હતા.

બે-બે વાર જામીન અરજી નામંજૂર થતા હવે કાયદાના શરણે થવા સિવાય બીજો કોઈ રસ્તો નહી સુઝતા લવ જેહાદ કેસનો મુખ્ય આરોપી યાસર ખાન પઠાણ આખરે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. પોલીસે હાલ યાસરની ધરપકડ કરી, તે આટલા દિવસ ક્યા હતો, કોણે તેને સહારો આપ્યો હતો, તેની સાથે અન્ય ફરાર આરોપી ફેઝલ ક્યા છે જેવી બાબતે તપાસ શરૂ કરી છે. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને આરોપી હાલ પોલીસની ગીરફતમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...