તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન મંજૂર:એજ્યુકેશન સહાયની છેતરપિંડી મામલે આરોપી જામીન પર

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની સંસ્તાના નામે દાહોદમાં ઠગાઈ થતી હોવાની શંકા

દાહોદમાં વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ, નડિયાદના નામે સહાય અપાતી હોવાના ફોર્મ ફરતા થયા છે, ત્યારે ઘટના તાર નડિયાદમાં એક વર્ષ અગાઉ ઉપરોક્ત સંસ્થા દ્વારા થયેલી છેતરપીંડીની ફરિયાદ સાથે જોડાઈ રહ્યાં છે. વિગતો કંઈક કેમ છે કે, જુલાઈ 2020ના અંતમાં નડિયાદની પોલીસ લાઇનની સામે આવેલી સીલ્વર લાઇન કોમ્પલેક્ષમાં યુ.21 નંબરની દુકાનમાં વિદ્યાર્થી સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નામથી ઓફીસ ખોલીને શૈલેષ પટેલ વિદ્યાર્થીઓને સહાય આપવાના નામે ફોર્મના 50 રૂપિયા ઉઘરાવી છેતરપીંડી કરતો હતો. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

તપાસ બાદ પોલીસે આરોપી શૈલેષભાઈ પટેલ વિરુદ્ધ કૉર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં આરોપીએ કૉર્ટમાં અગોતરા રજૂ કર્યા હતા અને કૉર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા. ત્યારે હવે એક વર્ષ પછી ફરી એકવાર નડિયાદ વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટનું નામ દાહોદમાં સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમજ જો આ સંદર્ભે દાહોદમાં કોઈ ફરિયાદ નોંધાઈ તો, નડિયાદમાં ઝડપાયેલા જ આરોપીનું નામ ખુલે છે કે નવી વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...