જામીન પર મુક્ત:પારસ સર્કલ : અકસ્માતનો આરોપી જામીનમુક્ત થયો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ પારસ સર્કલ પાસે ગતરોજ મોડીરાત્રે આઈસર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવાચાલક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર હાજર લોકોએ તેમને સારવાર હેઠળ ખસેડ્યાં હતા. તો, બીજી તરફ તકનો લાભ ઉઠાવી આઈસરચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

મળતી માહિતી મુજબ, નડિયાદ પોલીસે આરોપી આઈસરચાલક અલ્પેશભાઈ ચૌહાણની (રહે. બોરિયાવી) અટક કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી આઈસર લઈને આણંદ ડેરીથી નીકળી નડિયાદ ફેડરેશનમાં માલ આપવા જતો હતો. તે દરમિયાન તેણે આઈસર રોંગ સાઈડમાં લેતાં અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ જામીન અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...